હિતોના ટકરાવનો મામલોઃ એથિક્સ ઓફિસર સમક્ષ રજૂ થશે દ્રવિડ
પૂર્વ ભારતીય કેપ્ટન અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડે તેની વિરુદ્ધ લગાવવામાં આવેલા હિતોના ટકરાવના આરોપોના સંદર્ભમાં આચરણ અધિકારી સમક્ષ રજૂ થવું પડશે.
Trending Photos
નવી દિલ્હીઃ બીસીસીઆઈના એથિક્સ અધિકારી ડીકે જૈને દિગ્ગજ ક્રિકેટર અને એનસીએ પ્રમુખ રાહુલ દ્રવિડને તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા 'હિતો ના ટકરાવ'ના આરોપોના સંદર્ભમાં 26 સપ્ટેમ્બરે મુંબઈમાં રજૂ થવાનું કહ્યું છે. આ મહિનાની શરૂઆતમાં સર્વોચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ જૈને મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ (એમપીસીએ)ના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ મળવા પર દ્રવિડને લેખિતમાં જવાબ આપવા માટે કહ્યું હતું.
ગુપ્તાની ફરિયાદ અનુસાર દ્રવિડ કથિત રીકે હિતોના ટકરાવની હેઠળ આવે છે, કારણ કે તે એનસીએના ડાયરેક્ટર હોવાની સાથે ઈન્ડિયા સીમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે, જે આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સની માલિક છે.
બીસીસીઆઈ બંધારણ અનુસાર કોઈપણ વ્યક્તિ એક સમય પર બે પદો પર ન રહી શકે. જૈને પીટીઆઈ સામે તે વાતને સમર્થન આપ્યું કે દ્રવિડને 26 સપ્ટેમ્બરે થનારી સુનાવણીમાં પોતાનો પક્ષ રાખવાનું કહેવામાં આવ્યું છે.
બીસીસીઆઈ કર્મચારી મયંક પારિખ પણ હિતોના ટકરાવના મામલાનો સામનો કરી રહ્યો છે અને તે પણ આ દિવસે પોતાનો પક્ષ રાખશે. જાણવા મળ્યું કે દ્રવિડે પોતાના જવાબમાં તેનો બચાવ કર્યો છે અને કહ્યું કે, તે પોતાના એમ્પ્લોયર ઈન્ડિયા સીમેન્ટમાંથી વિના વેતન રજા પર છે અને તેને આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે કોઈ લેવા-દેવા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે