Commonwealth Games 2022: વેઈટલિફ્ટિંગમાં અચિંતા શેઉલીએ પણ જીત્યો ગોલ્ડ, ભારતને મળ્યો છઠ્ઠો મેડલ
કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.
Trending Photos
Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022ના ત્રીજા દિવસે ભારતનું પ્રદર્શન ખુબ જ શાનદાર રહ્યું. ભારતે રવિવારે બે ગોલ્ડ મેડલ જીત્યા જે વેઈટલિફ્ટિંગમાંથી આવ્યા. આ ઉપરાંત અન્ય રમતોમાં પણ ભારતનું પ્રદર્શન ખુબ શાનદાર રહ્યું. ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમ પાકિસ્તાન સામે શાનદાર રીતે જીતી અને બોક્સર નિકહત ઝીરીને પોતાના અભિયાનની ભવ્ય રીતે શરૂઆત કરી. પણ મેડલમાં વેઈટ લિફ્ટિંગના ખેલાડીઓએ રંગ રાખ્યો. અત્યાર સુધીના બધા મેડલ વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. ત્રીજા દિવસે ભારતને વેઈટલિફ્ટિંગમાં બે ગોલ્ડ મેડલ મળ્યા.
અચિંતા શેઉલીએ અપાવ્યો ગોલ્ડ
મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા બાદ અચિંતા શેઉલીએ પણ વેઈટ લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ અપાવ્યો (Achinta Sheuli Won Gold). જ્યારે સંકેત મહાદેવ સરગર અને બિંદિયારાની દેવીએ ભારતને વેઈટલિફ્ટિંગમાં સિલ્વર અપાવેલો છે. આ ઉપરાંત ગુરુરાજા પુજારીએ 61 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતાડ્યો. હાલ ભારત મેડલ ટેલીમાં છઠ્ઠા નંબરે છે.
G🔥LD FOR ACHINTA 🥇
Beaming with confidence, the 20-yr old debutant #AchintaSheuli puts up a dominating performance to bag 3️⃣rd GOLD for 🇮🇳 at @birminghamcg22
Creating Games Record & winning 🥇with a total lift of 313Kg in Men's 73kg 🏋♂️Final at #B2022 #Cheer4India
1/1 pic.twitter.com/EWpW4uVK7t
— SAI Media (@Media_SAI) July 31, 2022
આ અગાઉ ગઈ કાલે મીરાબાઈ ચાનુ બાદ જેરેમી લાલરિનુંગાએ 67 કિલો કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો. જેરેમીએ સ્નેચમાં રેકોર્ડ 140 કિલોનું વજન ઉપાડ્યું. જ્યારે ક્લીન અને જર્કમાં 160 કિલો વજન ઉપાડવામાં સફળ રહ્યા. જેરેમીએ કુલ 300 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. અચિંતા શેઉલીએ 73 કિલોની કેટેગરીમાં રેકોર્ડ 313 કિલો વજન ઉપાડી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે