COVID-19: રિષભ પંત બાદ વધુ એક સભ્ય કોરોના પોઝિટિવ, ખતરામાં ભારતીય ક્રિકેટ ટીમ

બીસીસીઆઈએ આ મુદ્દે હજુ કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યુ કે, એક ખેલાડી પોઝિટિવ આવ્યો છે અને તેનામાં કોઈ લક્ષણ નથી. તે પોતાના સંબંધીની સાથે છે. તે આઈસોલેશનમાં છે અને તબીયત સારી છે.

COVID-19: રિષભ પંત બાદ વધુ એક સભ્ય કોરોના પોઝિટિવ, ખતરામાં ભારતીય ક્રિકેટ ટીમ

લંડનઃ ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની મુશ્કેલી સતત વધી રહી છે. આજે સવારે રિષભ પંત સહિત બે ખેલાડીઓ કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવ્યા હતા. તેમાંથી એક સંપૂર્ણ રીતે રિકવર થઈ ચુક્યો છે. સાંજ થતાં ટીમના થ્રોડાઉન નિષ્ણાંત દયાનંદ જારાની પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સૂત્રો અનુસાર સપોર્ટ સ્ટાફ સાથે જોડાયેલા ત્રણ સહાયકોને પણ આઇસોલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે. 

ટીમથી અલગ થયો પંત
ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત કોરોના પોઝિટિવ આવ્યો છે. પંત 29 જૂને ઈંગ્લેન્ડ અને જર્મની વચ્ચે યૂરો 2020ની પ્રી ક્વાર્ટર મેચ જોવા માટે ગયો અને તેણે દર્શકોની વચ્ચે બેસી પોતાના મિત્રોની સાથે ફોટો પણ ટ્વીટ કર્યો હતો. પંત સિવાય હનુમા વિહારી અને બુમરાહ પણ યૂરોના મુકાબલા જોવ માટે ગયા હતા. શાસ્ત્રી સિવાય આર અશ્વિન પણ વિમ્બલ્ડનની મેચ જોવા ગયો હતો. પંત ગુરૂવારથી ડરહમમાં શરૂ થયેલા કેમ્પમાં સામેલ થશે નહીં. 

યૂકેમાં રજા માણી રહી હતી ભારતીય ટીમ
ભારતીય ટીમ જૂનની શરૂઆતમાં ઈંગ્લેન્ડ પહોંચી હતી. તેણે ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી હતી. ત્યારબાદ ટીમ ત્રણ સપ્તાહ બ્રેક પર હતી. કોચ રવિ શાસ્ત્રી સહિત કેટલાક ખેલાડી બ્રેક દરમિયાન લંડનમાં વિમ્બલ્ડન અને યૂરો 2020ની મેચ જોવા ગયા હતા. 

એક સપ્તાહ પહેલા પોઝિટિવ આવ્યો પંત
બીસીસીઆઈએ આ મુદ્દે હજુ કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યુ કે, એક ખેલાડી પોઝિટિવ આવ્યો છે અને તેનામાં કોઈ લક્ષણ નથી. તે પોતાના સંબંધીની સાથે છે. તે આઈસોલેશનમાં છે અને તબીયત સારી છે. તે આઠ દિવસ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને ક્વોરેન્ટીનમાં માત્ર બે દિવસ બાકી છે. ત્યારબાદ ફરી તેનો ટેસ્ટ થશે. 

ખતરામાં પ્રેક્ટિસ મેચ
ભારતીય ટીમમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ પ્રેક્ટિસ મેચ પર સંકટ આવશે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ચાર ઓગસ્ટથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા એક પ્રેક્ટિસ મેચ રમવાની છે. પરંતુ કોરોના કેસ સામે આવ્યા બાદ આ મેચનું આયોજન મુશ્કેલ લાગી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news