રોહિત કરતાં અખ્તરે આ 3 ખેલાડીઓને ગણાવ્યા બેસ્ટ, ધોની અને કોહલીની પણ કાઢી આબરૂ
રાવલપીંડિ એક્સપ્રેસના નામથી મશહૂર શોએબ અખ્તરે વર્તમાન ક્રિકેટના ત્રણ બેટ્સમેનના નામ લીધા છે જેમને તે આ સમયે આઉટ કરવા માગે છે. જેમાં એક ખેલાડી ભારતીય છે. શું તમે એ નામ જાણો છો...
Trending Photos
Shoaib Akhtar Picked three batsmen of current cricket : ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) ફરી એકવાર હેડલાઇન્સમાં છે. અખ્તરે (Shoaib Akhtar) વર્તમાન ક્રિકેટના ત્રણ બેટ્સમેનના નામ આપ્યા છે જેમને તે બોલીંગ કરીને આઉટ કરવા માંગે છે. સ્પોર્ટ્સકીડા સાથે વાત કરતી વખતે અખ્તરે ત્રણ બેટ્સમેનોના નામ આપ્યા છે. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા અખ્તરે આશ્ચર્યજનક રીતે રોહિત શર્માનું નામ લીધું ન હતું. જ્યારે અખ્તરને પૂછવામાં આવ્યું કે, "તમે વર્તમાન ક્રિકેટના કયા ત્રણ બેટ્સમેનોને આઉટ કરવા માંગો છો?" અખ્તરે આ સવાલ પર પ્રતિક્રિયા આપી અને ત્રણ નામ આપ્યાં, જેમાં પહેલું નામ બેન સ્ટોક્સનું (Ben Stokes) અને બીજું નામ વિરાટ કોહલીનું (Virat Kohli)લીધું. આ પછી અખ્તરે ત્રીજા નંબર પર બાબર આઝમનું (Babar Azam) નામ લીધું.
પેસ બોલર તરીકે જાણીતા અખ્તરે પોતાના દ્વારા પસંદ કરાયેલા ત્રણ બેટ્સમેનોમાં રોહિત શર્માનું (Rohit sharma)નામ લીધું નથી, જે ચાહકોને આશ્ચર્યચકિત કરે છે. એક રીતે અખ્તર સ્ટોક્સ અને બાબરને રોહિત (Rohit sharma)કરતા મોટા બેટ્સમેન માને છે. આ સિવાય અખ્તરે અન્ય એક રસપ્રદ સવાલનો જવાબ આપ્યો.
શોએબ અખ્તરને (Shoaib Akhtar ) પૂછવામાં આવ્યું કે, શું તમારા દ્વારા ફેંકવામાં આવેલા સૌથી ઝડપી બોલનો રેકોર્ડ કોઈ ક્યારેય તોડી શકશે? તેના પર અખ્તરે સીધું કહ્યું કે તેને કોઈ તોડી શકશે નહીં. ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલરે સૌરવ ગાંગુલી (Saurav Ganguly), ધોની (Dhoni) અને કોહલીમાંથી (virat kohli) શ્રેષ્ઠ કેપ્ટનની પસંદગી પણ કરી હતી. આ પ્રશ્નના સવાલ પર કોઈ પણ સમય બગાડ્યા વિના અખ્તરે સૌરવ ગાંગુલીને આ બંને કરતા સારો કેપ્ટન ગણાવ્યો છે.
શોએબ અખ્તરે તેની કારકિર્દીમાં 46 ટેસ્ટ મેચ રમી અને કુલ 178 વિકેટ લેવામાં સફળ રહ્યો. જ્યારે ODIમાં રાવલપિંડી એક્સપ્રેસ 163 મેચમાં 247 વિકેટ લેવામાં સફળ રહી છે. આ સિવાય અખ્તરે 15 T-20 આંતરરાષ્ટ્રીય મેચમાં 19 વિકેટ ઝડપી હતી. અખ્તર આજે પણ વિશ્વ ક્રિકેટમાં સૌથી ઝડપી બોલર તરીકે ઓળખાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે