French Open: જોકોવિચનો આસાન વિજય, બીજા રાઉન્ડમાં પહોંચ્યો


નોવાક જોકોવિચે ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. તેણે માઇકલ યમેર વિરુદ્ધ સીધા સેટોમાં મુકાબલો જીતીને આગામી રાઉન્ડમાં જગ્યા બનાવી. આ વર્ષે જોકોવિચની 32મી જીત છે. 

French Open: જોકોવિચનો આસાન વિજય, બીજા રાઉન્ડમાં પહોંચ્યો

પેરિસઃ વિશ્વના નંબર એક ખેલાડી અને શીર્ષ વરીય નોવાક જોકોવિચે માઇકલ યમેર વિરુદ્ધ સીધા સેટોમાં જીતની સાથે ફ્રેન્ચ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના પુરૂષ સિંગલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. સર્બિયાના ખેલાડીએ વિશ્વના 80 નંબરના ખેલાડી યમેરને  6-0, 6-3, 6-2 થી પરાજય આપ્યો હતો. 

અમેરિકી ઓપનમાં ભૂલથી લાઇન જજને ગળા પર બોલ મારવાને કારણે ડિસ્ક્વોલિફાઈ થયા બાદ પ્રથમ ગ્રાન્ડસ્લેમ મેચ રમી રહેલા જોકોવિચે જીત બાદ ખીસામાંથી વધારાનો બોલ કાઢ્યો અને ધીમેકથી રેકેટ મારી પાછળ મોકલી આપ્યો હતો. રોલાં ગૈરો પર બીજા અને કરિયરના 18મા ગ્રાન્ડસ્લેમ ટાઇટલ માટે પડકાર આપી રહેલા વિશ્વના નંબર વન ખેલાડી જોકોવિચની 2020મા આ 32મી જીત છે અને તેણે માત્ર એક હારનો સામનો કરવો પડ્યો, જે અમેરિકી ઓપનમાં ચોથા રાઉન્ડના મુકાબલામાં વચ્ચેથી ડિસ્ક્વોલિફાઇ થવું છે. 

મહિલા સિંગલ્સમાં 17 વર્ષની ડેનમાર્કની ક્લારા ટોસન અમેરિકી ઓપનની સેમિફાઇનલમાં જગ્યા બનાવનારી 21મી વરીય જેનિફર બ્રેડીને 6-4, 3-6, 9-7થી હરાવીને ટૂર સ્તરની પ્રથમ જીત મેળવવામાં સફળ રહી. ઓસ્ટ્રેલિયા ઓપન ચેમ્પિયન સોફિયા કેનિને 125મા નંબરની ખેલાડી લ્યુડમિલા સૈમસોનોવાને 6-4, 3-6, 6-3થી પરાજય આપ્યો હતો. 

RR vs KKR Prediction Playing: આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે બંન્ને ટીમો  

બીજા નંબરની કૈરોલિના પ્લિસકોવાએ પણ પાછળ રહ્યાં બાદ વાપસી કરતા 172મા નંબરની ક્વોલીફાયર ખેલાડી મયાર શેરિફને 6-7, 6-2, 6-4થી પરાજય આપ્યો હતો. પુરૂષ વર્ગમાં પાંચમા નંબરના સ્ટેફાનોસ સિતસિપાસ અને 13મા નંબરના ખેલાડી આંદ્રે રૂબલેવે પ્રથમ બે સેટ ગુમાવ્યા બાદ વાપસી કરી જીત મેળવી હતી. સિતસિપાસે જોમે મુનારને 4-6, 2-6, 6-1, 6-4, 6-4થી હરાવ્યો જ્યારે રૂબલેવે સેમ કેરીને  6-7, 6-7, 7-5, 6-4, 6-3થી પરાજય આપ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news