IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલ

Gujarat Titans Retained Players List: ગુજરાત ટાઈટન્સની ટીમ પાછલી સીઝનમાં શુભમન ગિલની આગેવાનીમાં ઉતરી હતી. જાણો આ વખતે ટાઈટન્સ કયા ખેલાડીઓને રિટેન કરવાની છે. 
 

Trending Photos

 IPL 2025: મેગા ઓક્શન પહેલા લીક થઈ ગયું ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ! જાણો કોણ છે સામેલ

Gujarat Titans Retention List: IPL 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ છેલ્લી સિઝનની આઠમાં સ્થાને રહી હતી. હવે સામે આવ્યું છે કે ગુજરાતે IPL 2025 માટે શુભમન ગિલ અને રાશિદ ખાનને રિટેન કરવાનો નિર્ણય લીધો છે. તેના સિવાય શાહરૂખ ખાનને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખવાના સમાચાર છે. 

પીટીઆઈના હવાલાથી આઈપીએલ સૂત્રે જણાવ્યું હતું કે ગુજરાત શુભમન ગિલ, રાશિદ ખાન અને સાઈ સુદર્શનને જાળવી શકે છે. તેમના સિવાય રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને અનકેપ્ડ પ્લેયર તરીકે જાળવી રાખવામાં આવી શકે છે. ગિલ ગત સિઝનમાં ગુજરાતની ટીમનો કેપ્ટન હતો અને જો તેને જાળવી રાખવામાં આવે તો તેને ફરીથી કેપ્ટનશિપની જવાબદારી મળી શકે છે.

શુભમન ગિલે IPL 2024માં ગુજરાત ટાઇટન્સ માટે 12 મેચમાં 426 રન બનાવ્યા હતા, પરંતુ અગાઉની સિઝન તેના માટે ઐતિહાસિક હતી. 2023 માં, તેના બેટથી કુલ 890 રન આવ્યા અને તેણે જીટીને ફાઇનલમાં લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. રાશિદ ખાનની વાત કરીએ તો, તેણે ગુજરાત સાથે પ્રથમ સિઝનમાં 19 અને 2023માં કુલ 27 વિકેટ ઝડપી હતી. પરંતુ IPL 2024માં તે માત્ર 10 વિકેટ જ લઇ શક્યો હતો.

જો ગુજરાત ત્રણ ખેલાડીઓને રિટેન કરવા જઈ રહ્યું છે તો BCCIની રિટેન્શન પોલિસી મુજબ તેણે શુભમન ગિલ, રાશિદ ખાન અને સાઈ સુદર્શન પર કુલ 43 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને અનકેપ્ડ ખેલાડીઓ તરીકે જાળવી રાખવા માટે, જીટીનું પર્સ રૂ. 8 કરોડથી ખાલી થશે. આનો અર્થ એ થયો કે ગુજરાત મેનેજમેન્ટ રૂ. 69 કરોડ સાથે હરાજીમાં પ્રવેશી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news