શશાંક મનોહર ત્રીજી વખત નથી બનવા માંગતા ICCના ચેરપર્સન
ભારતના શશાંક મનોહરમે 2016માં આિસીસીનાં પહેલા ચેરમેન બન્યા હતા, 2018માં તેઓ બે વર્ષ માટે ફરી એકવાર ચૂંટાયા હતા.
Trending Photos
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના (ICC) ચેરમેન શશાંક મનોહરે (Shashank Manohar) સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ હવે આવતા વખતમાં પદ નહી સંભાળે. મનોહરે કહ્યું કે તેમનો કાર્યકાળ મે 2020માં પુર્ણ થઇ રહ્યો છે અને અનેક લોકોની ઇચ્છા છતા પણ તેઓ આ કાર્યકાળને વધારવા નથી માંગતા. અનેક લોકો ઇચ્છે છે કે બીસીસીઆઇનાં પૂર્વ અધ્યક્ષ આઇસીસીમાં પોતાનો કાર્યકાળને વધારે, પરંતુ મનોહર આવું નથી ઇચ્છતા.
ટ્વીટર પર છવાઈ કોહલી-ધોનીની દોસ્તી, સૌથી વધુ રીટ્વીટનો બનાવ્યો રેકોર્ડ
શશાંક મનોહરે એક અંગ્રેજી અખબારને જણાવ્યું કે, હું બે વર્ષનાં એક વધારે કાર્યકાળ નથી ઇચ્છતો. અનેક નિર્દેશકોએ મને આ પદ પર રહેવા માટે જણાવ્યું છે, પરંતુ મે તેમને જણાવી દીધું છે કે મારી ઇચ્છા નથી. તેણે કહ્યું કે, હું પાંચ વર્ષ સુધી ચેરમેન રહ્યો છું. મારી વિચારસરણી સ્પષ્ટ છે. મે જુન 2020 બાદથી પોતાનાં પદ પર રહેવા નથી માંગતા. મારા ઉત્તરાધિકારી કોણ હશે, તેની માહિતી મે મહિનામાં જ મળી જશે. શશાંક મનોહર મે 2016માં આિસીસીનાં પહેલા ચેરમેન બન્યા હતા. 2018માં તેઓ બે વર્ષ માટે વધારે પસંદગી પામ્યા હતા. આઇસીસીમાં રહેવા દરમિયાન તેમણે અનેક એવા નિર્ણય લીધા, જેણે બીસીસીઆઇને નિરાશ કર્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે