અન્ડર-19 વર્લ્ડ કપઃ સીનિયર ખેલાડીઓએ યંગ બ્રિગેડને કહ્યું, 'ઓલ ધ બેસ્ટ'
ટીમ ઈન્ડિયાના સીનિયર ખેલાડીઓએ પણ પોતાની યંગ ટીમને અન્ડર-19 વિશ્વકપની ફાઇનલ માટે શુભેચ્છા આપી છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે આઈસીસી અન્ડર-19 વિશ્વકપનો ફાઇનલ મુકાબલો રમાશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમ અન્ડર-19 વિશ્વકપના ફાઇનલ મુકાબલામાં બાંગ્લાદેશનો સામનો કરશે. રવિવારે રમાનારી આ મેચમાં યંગ બ્રિગેડની નજર પાંચમી વખત આ ટૂર્નામેન્ટ કબજે કરવા પર લાગી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતીય ટીમને ભલે ફેવરિટ માનવામાં આવી રહી હોય પરંતુ પ્રથમવાર ફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશને નજરઅંદાજ કરી શકાય નહીં.
ભારતીય સીનિયર ટીમના સભ્યોએ આ યુવા ખેલાડીઓને શુભેચ્છા આપી છે. તેમાંથી કેટલાક અન્ડર-19 વિશ્વકપ રમવાની સાથે જીતી પણ ચુક્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ આ સિતારાનો એક વીડિઓ પોસ્ટ કર્યો છે જેમાં આ ખેલાડીપોતાના અન્ડર-19 ટીમના સાથિઓને ન્યૂઝીલેન્ડથી શુભકામનાઓ આપી રહ્યાં છે.
આ વીડિઓમાં ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, તે ટૂર્નામેન્ટને ફોલો કરી રહ્યો છે. તેણે કહ્યું, 'હું તમને લોકોને તે કહેવા ઈચ્છું છું કે અત્યાર સુધી જે કરતા આવ્યા છો તે કરજો. ફાઇનલનો વધારાનો ભાર લેતા નહીં. તમારી નૈસર્ગિક રમત રમો અને મને આશા છે કે તમે કપ ઘરે લઈને આવશો.'
Wishes galore all the way from New Zealand for the U19 team ahead of the #U19CWC final. 🇮🇳🔥💪 #TeamIndia @cheteshwar1 @vijayshankar260 @Wriddhipops @ajinkyarahane88 pic.twitter.com/oCucTeOBzE
— BCCI (@BCCI) February 7, 2020
આ વીડિઓમાં ઓલરાઉન્ડર વિજય શંકર, ટેસ્ટ વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા અને ટેસ્ટ વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણે પણ સામેલ છે. શંકરે કહ્યું, 'આ એક મોટી તક છે અને તેનો આનંદ ઉઠાવો. ખુબ શુભકામનાઓ.'
સાહાએ કહ્યું, 'તેવો જ દમ દેખાડતા રહો જેઓ તમે દેખાડો છો. કોઈ ફેર પડતો નથી કે સામે કઈ ટીમ છે, બસ ધુમાડા ઉડાવી દો.'
રહાણેએ કહ્યું, 'જે રીતે રમતા આવ્યા છો તે રીતે રમો. અમે બધા તમારૂ સમર્થન કરીએ છીએ. દેશ તમારી સાથે છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે