જાણો, 5 વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની 1975થી 2015 સુધીની સફર
ઓસ્ટ્રેલિયાની ટીમ વર્ષ 1987, 1999, 2003, 2007 અને 2015માં વિશ્વ ચેમ્પિયન બની ચુકી છે.
Trending Photos
લંડનઃ ઓસ્ટ્રેલિયા આઈસીસી વિશ્વ કપની સૌથી સફળ ટીમ છે. ટીમે સૌથી વધુ પાંચ વખત ટાઇટલ કબજે કર્યાં છે. ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવી ટીમ છે જેણે સતત ત્રણ વિશ્વકપ ચેમ્પિયન બનવાના કારનામાને અંજામ આપ્યો છે.
એરોન ફિન્સની આગેવાનીમાં આ વખતે ટૂર્નામેન્ટમાં ઉતરી રહેલી ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસીથી ટીમ ઘણી મજબૂત લાગી રહી છે. આવો તમને જણાવીએ વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાની અત્યાર સુધીની સફર
વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાની સફર
વર્ષ 1975માં રમાયેલા પ્રથમ વિશ્વકપમાં ફાઇનલમાં પહોંચીને ટીમે પોતાની હાજરી નોંધાવી હતી. વેસ્ટ ઈન્ડિઝના હાથે 17 રનથી હારીને ઓસ્ટ્રેલિયા ટાઇટલ જીતવાનું ચુકી ગઈ હતી. 1979 અને 1983માં ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું અને પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ હઈ હતી.
1987માં ઓસ્ટ્રેલિયાએ એલન બોર્ડરની આગેવાનીમાં પ્રથમ વખત વિશ્વકપનું ટાઇટલ જીત્યું હતું. ફાઇનલમાં ઈંગ્લેન્ડ પર ઓસ્ટ્રેલિયાએ 7 રનથી રોમાંચક જીત મેળવી અને વિશ્વ ચેમ્પિયન બની હતી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે 1992ના વિશ્વકપમાં રમવા ઉતરેલી કાંગારૂ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી.
1996માં ટીમ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી પરંતુ શ્રીલંકાના હાથે 7 વિકેટથી કારમા પરાજયે તેનું બીજી વખત વિશ્વ કપ જીતવાનું સપનું તોડી દીધું હતું.
વર્ષ 1999થી લઈને 2007 સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ સતત ત્રણ વખત વિશ્વ ચેમ્પિયન બની અને ઈતિહાસ રચી દીધો હતો. 1999માં પાકિસ્તાન પર એક તરફી મુકાબલામાં 8 વિકેટથી જીત. 2003માં ભારત વિરુદ્ધ 125 રન અને 2007માં શ્રીલંકાને 53 કનથી હરાવીને ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ જીતની હેટ્રિક પૂરી કરી હતી. 1999માં સ્ટીવ વો જ્યારે 2003 અને 2007માં રિકી પોન્ટિંગની આગેવાનીમાં કાંગારૂ ટીમે વિશ્વકપ પર કબજો કર્યો હતો.
2011માં ટીમ ક્વાર્ટર ફાઇનલ સુધીની સફર કરી પરંતુ અહીં ભારતે તેને 5 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું. ત્યારબાદ 2015ના વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ માઇકલ ક્લાર્ટની આગેવાનીમાં પોતાની ધરતી પર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સાત વિકેટે પરાજય આપીને પાંચમી વખત વિશ્વ કપ કબજે કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે