IND vs NEP: ભારતે 10 વિકેટે નેપાળને આપી માત, રોહિત-ગિલે ફટકારી ફીફ્ટી

Asia CUP 2023: ટીમ ઈન્ડિયાએ 21મી ઓવરમાં ટાર્ગેટ પુરો કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 74 રન અને શુભમન ગિલે 67 રન બનાવ્યા હતા. બંને મેચ જીતીને પરત ફર્યા હતા. આ રીતે ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

IND vs NEP: ભારતે 10 વિકેટે નેપાળને આપી માત, રોહિત-ગિલે ફટકારી ફીફ્ટી

India vs Nepal: નેપાળે પ્રથમ બેટીંગ કરતાં 230 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય દાવ દરમિયાન વરસાદને કારણે લગભગ બે કલાક સુધી રમત રોકી દેવામાં આવી હતી. ત્યારબાદ ડકવર્થ લુઈસ નિયમનો ઉપયોગ કરીને ભારતને 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 21મી ઓવરમાં ટાર્ગેટ પુરો કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 74 રન અને શુભમન ગિલે 67 રન બનાવ્યા હતા. બંને મેચ જીતીને પરત ફર્યા હતા. આ રીતે ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

ટીમ ઈન્ડિયાને મળ્યો હતો 231 રનનો ટાર્ગેટ 
ભારત સામે પ્રથમ વખત રમી રહેલી નેપાળની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે. નેપાળે ભારતને 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે. નેપાળ તરફથી આસિફ શેખે 58 રન અને સોમપાલ કામીએ 48 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત તરફથી મોહમ્મદ સિરાજ-રવીન્દ્ર જાડેજાએ 3-3 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને શાર્દુલ ઠાકુરે પણ એક-એક વિકેટ લીધી હતી.

ભારતે નેપાળને 10 વિકેટે આપી માત
ભારતે નેપાળને 10 વિકેટે હરાવીને એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. નેપાળની ટીમે પ્રથમ રમત બાદ 230 રન બનાવ્યા હતા, પરંતુ ભારતીય ઇનિંગ્સ દરમિયાન વરસાદ શરૂ થયો અને ત્યારબાદ મેચ લગભગ બે કલાક રોકી દેવામાં આવી. આ પછી ડકવર્થ-લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો અને ભારતને 23 ઓવરમાં 145 રનનો સુધારેલ લક્ષ્ય મળ્યો હતો. 

તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 21મી ઓવરમાં ટાર્ગેટ પુરો કરી લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 74 રન અને શુભમન ગિલે 67 રન બનાવ્યા હતા. બંને મેચ જીતીને પરત ફર્યા હતા. આ રીતે ભારતે નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ 2023 એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news