IND vs NZ: આ ખેલાડીઓ સાથે ભારત સામે T20 સીરિઝમાં મેદાને ઉતરશે ન્યૂઝીલેન્ડ, બે દિગ્ગજ ખેલાડી ટીમથી બહાર

IND vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. ન્યૂઝીલેન્ડે આ સીરીઝ માટે મિશેલ સેન્ટનરને કેપ્ટનશિપ સોંપી છે. આ પહેલા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે બેન લિસ્ટર અને હેનરી શિપલેને ટી20 સીરીઝ માટે પ્રથમ વખત તક આપી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણથી બંનેને ભારત પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

IND vs NZ: આ ખેલાડીઓ સાથે ભારત સામે T20 સીરિઝમાં મેદાને ઉતરશે ન્યૂઝીલેન્ડ, બે દિગ્ગજ ખેલાડી ટીમથી બહાર

India vs New Zealand Team Announcement: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સીરીઝની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. ન્યૂઝીલેન્ડે આ સીરીઝ માટે મિશેલ સેન્ટનરને કેપ્ટનશિપ સોંપી છે. આ પહેલા વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડે બેન લિસ્ટર અને હેનરી શિપલેને ટી20 સીરીઝ માટે પ્રથમ વખત તક આપી છે. આ બંને ખેલાડીઓએ ડોમેસ્ટિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ કારણથી બંનેને ભારત પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ન્યૂઝીલેન્ડે ભારતના પ્રવાસ માટે તેની T20 ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનર ન્યૂઝીલેન્ડ માટે ટી-20 સીરીઝની કેપ્ટનશીપ કરશે. આ વખતે ટીમે બે નવા ખેલાડીઓને તક આપી છે. બેન લિસ્ટર અને હેનરી શિપલે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ માટે ટી20 મેચ રમશે. આ સાથે ઘણા અનુભવી ખેલાડીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 27 જાન્યુઆરીથી ત્રણ મેચની ટી-20 સીરીઝ શરૂ થશે. આ પહેલા વનડે શ્રેણી પણ રમાશે.

હેનરી શિપલેના ડોમેસ્ટિક T20 રેકોર્ડ પર નજર કરીએ તો તેણે 33 મેચમાં 28 વિકેટ ઝડપી છે. આ સાથે તેણે 20 ઇનિંગ્સમાં 298 રન પણ બનાવ્યા છે. આમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 39 રહ્યો છે. બેન લિસ્ટરની વાત કરીએ તો તેણે 39 મેચમાં 40 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 21 રનમાં 3 વિકેટ લેવાનું રહ્યું છે.
 

— BLACKCAPS (@BLACKCAPS) January 12, 2023

 

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ વનડે, ત્રણ ટી-20 રમશે-
ન્યૂઝીલેન્ડની ટીમ ભારતના પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. પ્રવાસની શરૂઆત વન-ડે શ્રેણીથી થશે અને પ્રથમ મેચ 18 જાન્યુઆરીએ હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી વનડે 21 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી વનડે 24 જાન્યુઆરીએ રાયપુરમાં રમાશે. વનડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં, બીજી મેચ 29 જાન્યુઆરીએ લખનઉમાં જ્યારે ત્રીજી અને અંતિમ ટી20 મેચ 1 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

ન્યૂઝીલેન્ડ સંભવિત પ્લેઈંગ-11:
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલેન, માઇકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેન ક્લીવર, ડેવોન કૉનવે, જેકબ ડફી, લૉકી ફર્ગ્યુસન, બેન લિસ્ટર, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માઇકલ રિપન, હેનરી શિપલે, ઇશ સોઢી, બ્લેયર ટિકનર.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news