Emerging Asia Cup: ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું, ફાઇનલમાં કરી એન્ટ્રી
Emerging Asia Cup: ઇમર્જિંગ એશિયા કપનો ફાઇનલ મુકાબલો 15 ડિસેમ્બરે રમાશે. જેમાં ભારતનો સામનો શ્રીલંકા સામે થશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય યુવા ક્રિકેટરોએ ઇમર્જિંગ ટીમ એશિયા કપ (Emerging Team Asia Cup) માં શાનદાર પ્રદર્શન જાળરી રાખતા ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પાકિસ્તાનને સાત વિકેટે હરાવી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે તેનો સામનો યજમાન શ્રીલંકા સામે થશે, જેણે સેમિ ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું છે.
ભારતીય જૂનિયર ક્રિકેટરોએ પણ સીનિયર ટીમ ઈન્ડિયાની જેમ શાનદાર પ્રદર્શન કરતા ઇમર્જિંગ ટીમ એશિયા કપમાં દમદાર પ્રદર્શન કર્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં આ વર્ષે ભારતીય ટીમે સાતમી વખત એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. ભારતે ઇમર્જિંગ ટીમ એશિયા કપના ફાઇનલમાં પહોંચતા પહેલા ગ્રુપ મેચમાં શ્રીલંકાને ચાર વિકેટે હરાવ્યું હતું. આ પહેલા તેણે ઓમાનને છ વિકેટ અને અફગાનિસ્તાનને 74 રને હરાવ્યું હતું.
મયંક માર્કંડેયે ચાર વિકેટ ઝડપી
ભારતે કોલંબોમાં રમાઇ રહેલા ટૂર્નામેન્ટની સેમિ ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમના સ્પિનર મયંક માર્કંડેયની ધારદાર બોલિંગની મદદથી પાકિસ્તાન 45મી ઓવરમાં 172 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. માર્કંડેયે 9.4 ઓવરમાં 38 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય અંકિત રાજપૂત અને જયંત યાદવે બે-બે વિકેટ લીધી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન મોહમ્મદ રિઝવાને 67 અને સાદ શકીલે 62 રન બનાવ્યા હતા.
હિમત અને નિતિશની અડધી સદી
ભારતીય ટીમે પાકિસ્તાને આપેલા 173 રનના લક્ષ્યને માત્ર 3 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. ભારત તરફથી નિતિશ રાણાએ 60 અને હિમત સિંહે અણનમ 59 રન બનાવ્યા હતા. રિતુરાજ ગાયકવાડે 20 અને શમ્સ મુલાનીએ 19 રનનું યોગદાન આપ્યું હતું. બીજી સેમિ ફાઇનલમાં શ્રીલંકાએ બાંગ્લાદેશને ચાર વિકેટે હરાવ્યું હતું.
UPDATE: India beat Pakistan by 7 wickets to enter the finals of Emerging Team Asia Cup (Markande 4/39) pic.twitter.com/B57hPvwP2s
— BCCI (@BCCI) December 13, 2018
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે