50થી વધુની ઉંમરના ક્રિકેટરોનો વર્લ્ડ કપઃ ભારતીય ટીમના કેપ્ટન જાહેર, જાણો કોણ?
50થી વધુની ઉંમરના ક્રિકેટરો(Over 50s Cricketers)નો પ્રથમ વર્લ્ડ કપ 2018માં(World Cup 2018) ઓસ્ટ્રેલિયાના સિડનીમાં(Sydney, Australia) યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન(Champion) બની હતી. અહીં જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની માન્યતા નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ 50 વર્ષથી વધુની ઉંમરના ક્રિકેટરોના વર્લ્ડ કપ (Over 50 Cricket World Cup- 2020)માં ભાગ લેશે. આ ટૂર્નામેન્ટનું આયોજન આવતા વર્ષે 11થી 24 માર્ચ, 2020 દરમિયાન દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉનમાં(Cape Town) યોજાશે. 50થી વધુ ઉંમરના ક્રિકેટરોની ભારતીય ટીમની આગેવાની શૈલેન્દ્ર સિંહને(Shailendra Sinh) સોંપવામાં આવી છે. હજુ આખી ટીમ જાહેર થઈ નથી. ભારતની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ(England) સાથે 11 માર્ચના રોજ રમાશે.
50થી વધુની ઉંમરના ક્રિકેટરોનો પ્રથમ વર્લ્ડ કપ 2018માં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં(Sydney, Australia) યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ચેમ્પિયન(Champion) બની હતી. અહીં જણાવી દઈએ કે આ ટૂર્નામેન્ટને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની માન્યતા નથી. સિડનીમાં રમાયેલા વર્લ્ડ કપમાં કુલ 8 ટીમે ભાગ લીધો હતો. આ વખતે તેમાં નવી 4 ટીમ ઉમેરવામાં આવી છે.
સિડનીમાં રમનારી 8 ટીમઃ ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, કેનેડા, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, વેલ્સ.
આ વખતની નવી 4 ટીમઃ ભારત, વેસ્ટ ઈન્ડીઝ, ઝિમ્બાબ્વે, નામિબિયા.
(2018માં સિડની ખાતે રમાયેલા 50થી વધી વયના ક્રિકેટરોના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ઓસ્ટ્રેલિયાની ટીમ. - ફોટો સાભાર ફેસબૂક પેજ)
આમ, 2020નો 50 ઓવર વર્લ્ડ કપ કુલ 12 ટીમ વચ્ચે રમાશે. 12 ટીમને બે ડિવિઝન 'A' અને 'B'માં વહેંચવામાં આવી છે. આ મેચમાં એક ટીમ 45 ઓવર રમશે. ભારતીય ટીમને B ડિવિઝનમાં પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિતની ટીમ સાથે રાખવામાં આવી છે. 'A' ડિવિઝનમાં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને અન્ય ટીમો છે. ટૂર્નામેન્ટની ફાઈનલ ન્યૂઝલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
50 વર્ષથી વધુ વયના ક્રિકેટરોના ભારતીય એસોસિએશનના પ્રમુખ અજય રોયે જણાવ્યું કે, "તમારે પ્રથમ વખતમાં જ સારું પ્રદર્શન કરવાનું હોય છે. તમને તેના માટે બીજી તક મળતી નથી. આથી ભારતીય ટીમ પ્રથમ વખતમાં જ સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે."
50થી મોટી ઉંમરના ક્રિકેટરોની ભારતીય ટીમના કેપ્ટન પસંદ થયેલા શૈલેન્દ્ર સિંહે જણાવ્યું કે, "મેં બોમ્બે જીમ ટીમની 15 વર્ષ સુધી કેપ્ટનશીપ કરી છે. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં રમાતી કાઉન્ટી ક્રિકેટમાં હું અનેક ગ્રેટ ખેલાડીઓ સાથે રમ્યો છું. વર્લ્ડ કપ ટીમ માટે મને કેપ્ટનશીપની તક મળી છે તેનો મને ગર્વ છે. હું ભારતને આ કપ જીતાડવા માગું છું."
વર્ષ 1983માં ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ જીતાડનારા કેપ્ટન કપિલ દેવ પણ આ ટૂર્નામેન્ટ બાબતે ખુબ જ ઉત્સાહિત છે. તેમણે કહ્યું કે, "આ એક અતિસુંદર ક્ષણ છે. શૈલેન્દ્ર 50 વર્ષથી મોટી ઉંમરના ક્રિકેટરોના વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. મારી તેમને શુભેચ્છા છે."
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે