India Tour of Australia: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, વન-ડેમાં શું કહે છે આંકડા?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 નવેમ્બરથી વનડે સિરીઝનો પ્રારંભ થશે. આ પહેલા એક નજર કરીએ બંન્ને ટીમો વચ્ચે રમાયેલી મેચોના રેકોર્ડ્સ પર. 
 

India Tour of Australia: ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ, વન-ડેમાં શું કહે છે આંકડા?

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે. ટીમના પ્રવાસની સત્તાવાર શરૂઆત 27 નવેમ્બરથી ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ મેચની સાથે થશે. ભારતીય ટીમના બધા ફોર્મેટના 30 ખેલાડી એકસાથે યૂએઈ ઓસ્ટ્રેલિયા ગયા છે.

27 નવેમ્બરથી થશે શરૂઆત
વન-ડે સીરિઝની પહેલી બે મેચ 28 અને 29 નવેમ્બરે સિડનીમાં રમાશે અને ત્રીજી મેચ મનુકા ઓવલમાં થશે. પહેલી ટી-20 ફોર્મેટ માટે વરૂણ ચક્રવર્તીની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ ખભામાં ઈજાના કારણે તેની જગ્યાએ ટી.નટરાજનને સામેલ કરવામાં આવ્યો છે. આ સીરિઝ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વન-ડે રેકોર્ડ પર એક નજર.

ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યાર સુધી 140 મેચ રમાઈ છે. તેમાં ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ઓસ્ટ્રેલિયાએ 72 મેચ જીતી છે અને ભારતીય ટીમે 52 મેચમાં જીત મેળવી છે. જ્યારે 10 મેચનું કોઈ પરિણામ આવી શક્યું નથી. આ આંકડા ઉપરાંત 5 મેચ એવી પણ રહી, જે રદ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયામાં પણ કાંગારુ ભારે
જો ઓસ્ટ્રેલિયામાં થયેલી મેચની વાત કરીએ તો 96 મેચમાંથી ભારતે 39 મેચ જીતી છે અને 51માં તેને હાર મળી છે. જ્યારે 6 મેચનું પરિણામ આવ્યું ન હતું. બંને ટીમની વચ્ચે વીતેલા પાંચ મેચની વાત કરીએ તો ભારતે બે મેચ જીતી છે અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચ જીતી છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં થયેલી છેલ્લી પાંચ મેચમાં ભારતે ત્રણમાં વિજય મેળવ્યો છે.

ENG vs IND: આગામી વર્ષે ઈંગ્લેન્ડ જશે ભારતીય ક્રિકેટ ટીમ, 5 મેચોની ટેસ્ટ સિરીઝની જાહેરાત  

સચિન સૌથી આગળ
ઓસ્ટ્રેલિયા સામે વન-ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવવાની વાત હોય તો સચિન તેંડુલકરનું નામ સૌથી આગળ છે. તેંડુલકરે 71 મેચમાં 3077 રન બનાવ્યા છે. તે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે 9 સદી ફટકારી છે. બીજા નંબર પર રોહિત શર્મા છે. જેના નામે 40 મેચમાં 2208 રન છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પાસે સચિનની સદીના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેશે. કોહલીના નામે ઓસ્ટ્રેલિયા સામે 8 વન-ડે સદી છે.

લી સૌથી આગળ પછી કપિલ દેવ
બંને ટીમની વચ્ચે થયેલી વન-ડે મેચની વાત કરીએ તો બ્રેટ લીએ 32 મેચમાં 55 વિકેટ લીધી છે. અને આ યાદીમાં તે સૌથી આગળ છે. તેના પછી કપિલ દેવે 41 મેચમાં 45 વિકેટ પોતાના નામે કરી છે. હાલની ટીમમાં રવિન્દ્ર જાડેજા સૌથી આગળ છે. જેના નામે 33 મેચમાં 27 વિકેટ છે. જ્યારે મોહમ્મદ શમીના નામે 25 વિકેટ છે.

ભારતીય ટીમનો ઓસ્ટ્રેલિયા સામે સ્કોર
ભારતનો હાઈએસ્ટ સ્કોર - 352/5 ધ ઓવલમાં 2019
સૌથી ઓછો સ્કોર - 25.5 ઓવરમાં 63/10 સિડનીમાં વર્ષ 1981.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news