KKR vs KXIP: મંડે બ્લોક બસ્ટરમાં કેકેઆર અને પંજાબ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઇલેવન પંજાબ  (KXIP)ની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો માટે આ મુકાબલો પ્લેઓફની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે.
 

KKR vs KXIP: મંડે બ્લોક બસ્ટરમાં કેકેઆર અને પંજાબ વચ્ચે ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020 (IPL 2020)ની 46મી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને કિંગ્સ ઇલેવન પંજાબ  (KXIP)ની ટીમો આમને-સામને હશે. બંન્ને ટીમો માટે આ મુકાબલો પ્લેઓફની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. કોલકત્તા જ્યાં 11 મેચમાંથી છ જીતીને ચોથા સ્થાન પર છે, તો પંજાબ 11 મેચમાં પાંચ જીત સાથે પાંચમાં સ્થાન પર છે. 

પંજાબની ટીમે સતત ચાર જીત મેળવી પ્લેઓફ માટે મજબૂત દાવેદારી રજૂ કરી છે. સતત મેચોમાં હાર બાદ તેણે ટોપની ત્રણ ટીમો મુંબઈ, દિલ્હી અને આરસીબીને હરાવી છે. ત્યારબાદ તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ નાના લક્ષ્યનો શાનદાર બચાવ કર્યો હતો. 

રાહુલ અને મયંક શાનદાર ફોર્મમાં
ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. ક્રિસ ગેલ આવવાથી ટીમને મજબૂતી મળી છે. જ્યારથી તે રમી રહ્યો છે ટીમ એક મેચ હારી નથી. નિકોલસ પૂરન પણ વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે. ગ્લેન મેક્સવેલનું ફોર્મ ચિંતાનો વિષય છે. 

મયંકની થઈ શકે છે વાપસી
પાછલી મેચમાં મયંગ ઘુંટણની ઈજાને કારણે બહાર હતો. જો તે કોલકત્તા વિરુદ્ધ વાપસી કરશે તે મનદીપ સિંહે ટીમની બહાર બેસવુ પડશે. બોલિંગની વાત કરીએ તો તે પંજાબનો નબળો પક્ષ રહ્યો છે. મોહમ્મદ શમી અને બિશ્નોઈને છોડીને અન્ય કોઈ બોલર ખાસ પ્રદર્શન કરી શક્યો નથી. પરંતુ હૈદરાબાદ વિરુદ્ધ તેના બોલરેએ એક યુનિટ તરીકે પ્રદર્શન કરી ટીમને જીત અપાવી હતી. 

IPL 2020: ચેન્નઈ પ્લેઓફની રેસમાંથી બહાર, સમજો અન્ય ટીમોના સમીકરણ

કોલકત્તાના બેટ્સમેનોએ બનાવવો પડશે મોટો સ્કોર
કોલકત્તાની ટીમે પાછલી મેચમાં દિલ્હીને હરાવ્યું હતું. ટીમ આ જીતથી ઉત્સાહિત છે. ટીમને તે મેચમાં 59 રને જીત મળી હતી. પાછલી મેચમાં નીતીશ રાણા ઓપનિંગ કરવા આવ્યો અને તેણે મોટી ઈનિંગ રમી હતી. સુનીલ નરેને પણ વાપસી કરી છે. મેચમાં લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી. લોકી ફર્ગ્યુસન અને પેટ કમિન્સ પણ ફોર્મમાં છે. ટીમ માટે ચિંતાનો વિષય બેટ્સમેનોનું પ્રદર્શન છે. જો ટીમે આગળ વધવું હશે તો બેટ્સમેનોએ રન બનાવવા પડશે. બંન્ને ટીમો માટે આ મેચ મહત્વની છે. 

પંજાબની સંભવિત ઇલેવન
કેએલ રાહુલ,  મનદીપ સિંહ/મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દીપક હુડ્ડા, ક્રિસ જોર્ડન, મુરૂગન અશ્વિન, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ શમી. 

કોલકત્તાની સંભવિત ઇલેવન
શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇયોન મોર્ગન, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી, પ્રસિદ્ધ કૃષ્ણા, વરૂણ ચક્રવર્તી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news