IPL 2022 Qualifier 2: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે RR Vs RCBની મેચ, જાણો પિચ અને મૌસમ રિપોર્ટ

IPL 2022 Qualifier 2: સંજૂ સેમસનની ટીમને પહેલી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ  કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ફાફ ડુપ્લેસીની ટીમે એલિમિનેટર મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સને કારમી હાર આપી હતી. જાણો આજની મેચ પહેલા અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મોસમ અને પિચ રિપોર્ટ વિશે.

IPL 2022 Qualifier 2: અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે RR Vs RCBની મેચ, જાણો પિચ અને મૌસમ રિપોર્ટ

અમદાવાદ: આઈપીએલ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે અને રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમવાની છે. ત્યારે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2022ની બીજી ક્વોલફાયર મેચ રમાશે. આજે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે આઈપીએલની મેચ રમાશે. ફાઈનલમાં એન્ટ્રી કરવા માટે બન્ને ટીમો માટે આ મુકાબલો મહત્વપૂર્ણ છે. આજે કરો યા મરો વાળી મેચમાં રાજસ્થાન અને બંગ્લોરની વચ્ચે જોરદાર રસાકસી વાળી મેચ જોવા મળી શકે છે.

તમને જણાવી દઈએ કે સંજૂ સેમસનની ટીમને પહેલી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ  કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ફાફ ડુપ્લેસીની ટીમે એલિમિનેટર મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સને કારમી હાર આપી હતી. જાણો આજની મેચ પહેલા અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે મોસમ અને પિચ રિપોર્ટ વિશે.

આઈપીએલ 2022ની લીગ મેચોમાં રાજસ્થાન રોયલ્સની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. ટીમે 14માંથી 9 મેચ જીતી, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. જેણા કારણે 18 પોઈન્ટ સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે રહી હતી. નિયમો અનુસાર, ટોચની 2 ટીમોને પ્લોઓફમાં 2 વખત રમવાનો મોકો મળે છે. પહેલી ક્વોલિફાયરમાં રાજસ્થાનની ટીમને ગુજરાત ટાઈટન્સની ટીમે હાર આપી હતી, બીજી તરફ આઈપીએલ 2022માં આરસીબીનું પ્રદર્શન જોઈએ એવું રહ્યું નથી. બેંગ્લોરની ટીમને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે મુંબઈની મેચ પર નિર્ભર રહેવું પડ્યું હતું. અને મુંબઈની ટીમે દિલ્હીને હરાવીને RCBને ટિકીટ અપાવી હતી. આઈપીએલ 2022માં આરસીબીએ 14માંથી 8 મેચ જીતી અને 6 હારી છે. તેઓ 16 અંકોની સાથે ડુપ્લેસીની ટીમ ચોથા નંબર પર રહી.

RR Vs RCB વેધર રિપોર્ટ
મૌસમ ડોટ કોમના રિપોર્ટ અનુસાર 27 મેના દિવસે અમદાવાદ શહેરનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાનું અનુમાન છે. રાત્રિના સમયે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઘટીને 29 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચશે. દિવસભર આકાશમાં આશિક રૂપથી વાદળો છવાયેલા રહેશે. જ્યારે રાત્રે આકાશ એકદમ સ્વચ્છ રહેશે. વરસાદની આશંકા દિવસ અને રાત્રે માત્ર 3 ટકા છે. દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ 51 ટકા રહેશે જે રાત્રે વધીને 61 ટકા થશે.

RR Vs RCB પિચ રિપોર્ટ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ પીચ છે. T20 મેચોમાં અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 174 રન રહ્યો છે, જ્યારે પીછો કરતી ટીમનો સરેરાશ સ્કોર 166 રન છે. આ દર્શાવે છે કે આજે હાઈ સ્કોરિંગ મેચ હશે. એકંદરે ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટિંગ કરવા માંગે છે. IPL 2022માં પ્રથમ વખત અમદાવાદમાં મેચ રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news