ચાહકો માટે સૌથી મોટા ખુશખબર; IPL 2022નો સંભવિત કાર્યક્રમ જાહેર, આ તારીખે ફાઇનલ મેચ યોજાશે!
IPL મેગા ઓક્શન ખૂબ જ સફળ રહ્યું હતું, જ્યાં ઘણા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીસ દ્વારા તગડી રકમ ચૂકવીને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બધાની નજર IPL 2022 પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 લીગ મેચો 26 માર્ચથી શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ 29 મેના રોજ રમાઈ શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ઘડી હવે નજીક આવી ગઈ છે. IPL મેગા ઓક્શનનું શેડ્યૂલ લગભગ નક્કી થઈ ગયું છે. આ વખતે આઈપીએલનો રોમાંચ બમણો થવા જઈ રહ્યો છે કારણ કે આઈપીએલ 2022માં 10 ટીમો ભાગ લઈ રહી છે. દર્શકોને આ વર્ષે આઈપીએલમાં ખુબ મનોરંજન થનાર છે. આઈપીએલ ભારતમાં તહેવારની જેમ ઉજવવામાં આવે છે.
માર્ચમાં શરૂ થશે IPL!
IPL મેગા ઓક્શન ખૂબ જ સફળ રહ્યું હતું, જ્યાં ઘણા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝીસ દ્વારા તગડી રકમ ચૂકવીને સામેલ કરવામાં આવ્યા હતા. હવે બધાની નજર IPL 2022 પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, T20 લીગ મેચો 26 માર્ચથી શરૂ થઈ શકે છે અને ફાઈનલ મેચ 29 મેના રોજ રમાઈ શકે છે. મોટાભાગની મેચો મુંબઈના વાનખેડે ગ્રાઉન્ડ પર યોજાય તેવી શક્યતા છે. આ સાથે પુણેમાં પણ મેચ યોજાઈ શકે છે.
સૌથી વધુ મેચ મુંબઈમાં યોજાશે
ક્રિકબઝના સમાચાર અનુસાર, કોરોના મહામારીને કારણે મોટાભાગની મેચો મહારાષ્ટ્રમાં યોજાશે. લીગ રાઉન્ડમાં કુલ 70 મેચો રમાવાની છે. મુંબઈના ત્રણ સ્થળો વાનખેડે સ્ટેડિયમ, ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં કુલ 55 મેચો રમાશે. આ સિવાય પુણેમાં 15 મેચ રમાશે. તમામ 10 ટીમો વાનખેડે અને ડીવાય પાટિલમાં 4-4 મેચ રમશે. આ સિવાય તેણે પુણે અને બ્રેબોર્નમાં 3-3 મેચ રમવાની છે. વર્તમાન સિઝનથી ટી20 લીગમાં મેચોની સંખ્યા 60થી વધીને 74 થઈ ગઈ છે. જોકે, પ્લેઓફ માટેની મેચ હજુ નક્કી થઈ નથી. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નોકઆઉટ મેચમાં સૌથી આગળ છે. જાણવા મળી રહ્યું છે કે 4 મેચ અમદાવાદમાં આયોજિત થશે. પ્લે ઓફ અને ફાઈનલ માટે હજુ સુધી વેન્યુ નક્કી નથી પરંતુ અમદાવાદમે હોસ્ટ કરવાની રેસમાં અગ્રેસર છે.
બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે
BCCIની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક 24 ફેબ્રુઆરીએ થનાર છે, તેમાં તારીખો પર વિચાર કરી શકાય છે. બેઠકમાં સંપૂર્ણ કાર્યક્રમ, સ્થળ અને તારીખો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે. તાજેતરમાં યોજાયેલી હરાજીમાં કુલ 204 ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. અગાઉ 33ને રિટેન કરવામાં આવ્યા હતા, એટલે કે ટૂર્નામેન્ટમાં કુલ 237 ખેલાડીઓ રમશે. આ વખતે 10 ટીમો હોવાને કારણે ભારતીય ખેલાડીઓને વધુ તક મળવાની આશા છે. આ ટૂર્નામેન્ટમાં સારી રમત બતાવીને તે ભારતીય ટીમમાં પણ જગ્યા બનાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે