બાળપણ ગુંડાઓ વચ્ચે વીત્યું, ખાવાના પણ હતા સાંસા.. છતાં આજે ક્રિકેટની દુનિયામાં ગણાય છે દમદાર ખેલાડી

આ ક્રિકેટર આઈપીએલની હાલની સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. ટી20 ફોર્મેટમાં તે દમદાર બેટ્સમેન ગણાય છે. ટી20 ક્રિકેટમાં એક સદી અને 56 અડધી સદી નોંધાયેલી છે. વર્લ્ડ ક્રિકેટમાં તે એક ઉત્તમ બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. ઘરની સ્થિતિ એટલી ખરાબ હતી કે બાળપણમાં તે અને તેની માતા એક ટાઈમ ખાવાનું ખાઈને જીવન પસાર કરતા હતા. 

બાળપણ ગુંડાઓ વચ્ચે વીત્યું, ખાવાના પણ હતા સાંસા.. છતાં આજે ક્રિકેટની દુનિયામાં ગણાય છે દમદાર ખેલાડી

Sports News: હાલ આઈપીએલની સીઝન ચાલુ છે. મુંબઈ ઈન્ડિયન્સના વેસ્ટઈન્ડિયન ઓલરાઉન્ડર કીરોન પોલાર્ડનો આજે જન્મદિવસ છે. 12મી મેના રોજ જન્મેલા પોલાર્ડે આજે 35 પૂરા કર્યા. ટી20 ક્રિકેટ ફોર્મેટના તોફાની બેટ્સમેનની યાદીમાં પોલાર્ડને સામેલ કર્યા વગર ચાલે નહીં. જો કે આ સીઝનનમાં પોલાર્ડનું એવું પરફોર્મન્સ ભલે જોવા નથી મળ્યું પણ તે ટી20નો દમદાર બેટ્સમેન છે તેમાં કોઈ શક નથી. જેનો પુરાવો આંકડા પણ આપે છે. 

પોલાર્ડના નામે ટી20 ક્રિકેટમાં એક સદી અને 56 અડધી સદી નોંધાયેલી છે. વર્લ્ડ ક્રિકેટમાં પોલાર્ડ એક ઉત્તમ બેટ્સમેન તરીકે પ્રખ્યાત છે. પણ પોલાર્ડ માટે જીવન ક્યારેય એટલું સરળ નહતું રહ્યું. પોલાર્ડના જન્મ બાદ તેના પિતા માતા અને તેને એકલા છોડીને જતા રહ્યા હતા. માતાએ એકલા હાથે પોલાર્ડનો ઉછેર કર્યો હતો. ઘરની સ્થિતિ એટલી ખરાબ હતી કે પોલાર્ડ અને તેની માતા એક ટાઈમ ખાવાનું ખાઈને જીવન પસાર કરતા હતા. 

જો તમને કહીએ કે પોલાર્ડ ગુંડાઓ વચ્ચે રહીને મોટો થયો છો તો તમે સાચું માનશો? પણ આ બિલકુલ સાચુ છે. પોલાર્ડે પોર્ટ ઓફ સ્પેનના ટકારિગુઆના વિસ્તારમાં બાળપણ પસાર ગુજાર્યું છે. આ એવો વિસ્તાર છે જ્યાં ગુંડાઓ અને અપરાધીઓના હંમેશા ધામા રહેતા હતા. વિસ્તારમાં હત્યા, લૂંટ,ગાંજો, અને ડ્રગ્સ વગેરે ગેરકાયદેસર વસ્તુઓ સંલગ્ન અપરાધ થતા રહેતા હતા. પરંતુ આમ છતાં પોલાર્ડ જરાય હાર માની નહીં અને આવા માહોલમાં પણ ક્રિકેટ પ્રત્યે જુસ્સો દાખવી આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત ક્રિકેટર બની ગયો. પોલાર્ડે આ તમામ વાતોનો ખુલાસો પોતાના એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. 

આવા માહોલમાં રહેવા છતાં એક સફળ ક્રિકેટર બનનારા પોલાર્ડે કહ્યું હતું કે આસપાસ જુલ્મ જોઈને પણ મારું ધ્યાન જરાય ભટક્યું નહીંઅને મે 15 વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવા મહેનત શરૂ કરી દીધી હતી. એટલે જ કહે છે કે જ્યારે તમે આત્મવિશ્વાસથી ભરપૂર હોવ અને કોઈ કામ માટે લગનથી મહેનત કરો તો ભગવાન પણ તમને મદદ કરે છે. સિદ્ધિ પણ એને જ જઈને વરે છે જે પરસેવે ન્હાય છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news