ENG vs AUS: બટલરે કરી મોટી ભૂલ, ECBએ કર્યો ટીમમાંથી બહાર
બીજી ટી20 આંતરરાષ્ટ્રીયમાં અણનમ 77 રનની ઈનિંગ રમીને ઈંગ્લેન્ડને જીત અપાવનાર જોસ બટલર મેચ બાદ બાયો સિક્યોર બબલ તોડીને પોતાના પરિવારને મળવા ચાલ્યો ગયો હતો. તે અંતિમ ટી20 મેચ રમી શકશે નહીં.
Trending Photos
સાઉથેમ્પટનઃ ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર (Jos Buttler) પોતાના પરિવારની સાથે સમય પસાર કરવાને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મંગળવારે રમાનારી ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકશે નહીં. આ 29 વર્ષીય ખેલાડીએ બીજી ટી20મા અણનમ 77 રન બનાવીને પોતાની ટીમને છ વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડના જૈવ સુરક્ષિત વાતાવરણમાંથી નિકળીને પોતાના પરિવારની પાસે ચાલ્યો ગયો હતો.
ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ સોમવારે જારી નિવેદનમાં કહ્યું, તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એઝિસ બાઉસમાં મંગળવારે રમાનારી અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં રમી શકશે નહીં.
ઈંગ્લેન્ડ ત્રણ મેચોની સિરીઝમાં હાલ 2-0થી આગળ છે. ટેસ્ટ ટીમના સભ્યના રૂપમાં બટલરે વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ માટે બે મહિના જૈવ સુરક્ષિત વાતાવપણમાં વિતાવ્યા હતા. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સીમિત ઓવરોની ટીમ સાથે જોડાયો હતો.
નિવેદનમાં કહ્યું, બટલર શુક્રવારે ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાનારી પ્રથમ એકદિવસીય મેચ પૂર્વે ગુરૂવારે જૈવ સુરક્ષિત વાતાવરણમાં પરત આવી જશે પરંતુ તેની પહેલા તેનો ટેસ્ટ થશે. એઝિસ બાઉલમાં અંતિમ ટી20 બાદ બંન્ને ટીમ ત્રણ મેચોની વનડે સિરીઝ માટે માન્ચેસ્ટર જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે