Messi ની બાર્સિલોના સાથેની ડિલનો કોન્ટ્રાક્ટ થયો લીક, સમાચાર સામે આવતા મચ્યો હડકંપ
લાયોનલ મેસીનું ક્લબ કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. અને જેના પગલે FC બાર્સિલોનાએ મેસી પોતાના ક્લબમાં રાખવા માટે સમયાંતરે તેમના પર મોટી રકમ પણ ખર્ચ કરી છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ સ્પેનિશ અખબાર એલ મુંડોએ દાવો કર્યો છે કે, લાયોનેલ મેસીના બાર્સેલોના કરારની એક નકલ એલ મુંડોએ મેળવી લીધી છે. એલ મુંડોના અહેવાલ મુજબ સ્પોર્ટસ્ જગતમાં આ સ્ટાર ખેલાડીઓનો સૌથી મોટો સોદો છે. દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફૂટબોલર્સમાંથી એક લાયોનલ મેસી પોતાના કરિયરની શરૂઆતથી લઈને અત્યાર સુધી FC બાર્સિલોના સાથે જાડાયેલા છે. મહત્વની વાત છે કે, લાયોનલ મેસીનું ક્લબ કરિયર ખૂબ જ સફળ રહ્યું છે. અને જેના પગલે FC બાર્સિલોનાએ મેસી પોતાના ક્લબમાં રાખવા માટે સમયાંતરે તેમના પર મોટી રકમ પણ ખર્ચ કરી છે. એક સ્પેનિશ અખબાર એલ મુંડોના અહેવાલ અનુસાર મેસી અને બાર્સિલોના વચ્ચે લગભગ 50 અરબ રૂપિયાનો કોન્ટ્રાક્ટ થયો છે.
શું કહે છે EL MUNDOનો અહેવાલ?
અહેવાલમાં જણાવાયું છે કે, મેસીને બાર્સિલોનાની ચાર સીઝન રમવા માટે 555,237,619 (યુએસ ડોલર 673,919,105) એટલે ચાર વર્ષના 4,911 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. અખબારનું એવું પણ કહેવું છે કે, કોઈ પણ સ્પોર્ટસ્પર્સને અત્યાર સુધી આટલો મોટો કોન્ટ્રાક્ટ નથી કર્યો. નવેમ્બર 2017માં કરાર પર સંમતિ થઈ હતી અને આ વર્ષે 30 જૂને કોન્ટ્રાક્ટ સમાપ્ત થશે.
દેવામાં ડૂબેલું છે બાર્સિલોના બોર્ડ
કોરોના વાયરસના કારણે FC બાર્સિલોનાને ખૂબ જ વધુ નુક્સાન થયું છે. અને તેવા સમયે મેસીના કોન્ટ્રાક્ટની માહિતી બહાર આવતા ફેન્સમાં આઘાત છે. ગત વર્ષે ઓક્ટોબરમાં અવિશ્વાસના પ્રસ્તાવ બાદ ક્લબના પ્રેસિડેન્ટ મારિયા બર્ડમેયુએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ક્લબ કાર્યકારી બોર્ડ દ્વારા ચલાવવામાં આવતું હતું. હવે નવા પ્રેસિડેન્ટની ચૂંટણી 7 માર્ચે યોજાશે.
ચાલુ સિઝન શરૂ થાય તે પહેલા મેસી છોડવાનો હતો બાર્સિલોના
વર્તમાન સિઝન શરૂ થાય તે પહેલા મેસીએ ક્લબ છોડવાની ઈચ્છા જાહેર કરતા ફૂટબોલ જગતમાં ભૂકંપ આવી ગયો હતો. તે સમયે મેસીની માનચેસ્ટર સિટી સાથે ડિલ થવાની હોવાની ચર્ચાઓ જોર પકડ્યું હતુ અને મેસીએ પણ બાર્સિલોનાના મેડિકલ અને ટ્રેનિંગમાં ભાગ ન લઈને ચર્ચાઓને વધુ વેગ આપ્યો હતો. પરંતુ, ત્યારબાદ મેસીએ પોતાના નિર્ણયને બદલ્યું અને ર્બાસા માટે રમવાનું નક્કી કર્યું.
એક ક્લબ માટે સૌથી વધુ ગોલ સ્કોરર છે મેસી
ગત વર્ષે ડિસેમ્બરમાં મેસીએ પોતાના રેકોર્ડમાં વધારો કર્યો હતો. મેસી 13 વર્ષની ઉંમરે બાર્સિલોના સાથે જોડાયો અને 17 વર્ષેની વયે મેસીએ પ્રોફેશનલ ડેબ્યુ કર્યું હતું. 16 વર્ષ બાદ મેસીએ એક ક્લબ માટે સૌથી સર્વાધિક 643 ગોલના પેલેના રેકોર્ડને તોડ્યો હતો. જ્યારે, મેસી સૌથી વધારે 6 વાર બૈલન ડે ઓર એવાર્ડ હાંસલ કર્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે