PAK vs NZ: કેન વિલિયમસને સતત ત્રીજી ટેસ્ટમાં ફટકારી સદી, ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં

આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનની ખુરશી હાસિલ કરનાર કેન વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 140 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિલિયમસનનના ટેસ્ટ કરિયરની 24મી સદી હતી. 
 

PAK vs NZ: કેન વિલિયમસને સતત ત્રીજી ટેસ્ટમાં ફટકારી સદી, ન્યૂઝીલેન્ડ મજબૂત સ્થિતિમાં

નવી દિલ્હીઃ NZ vs Pak 2nd Test: ક્રાઇસ્ટચર્ચમાં યજમાન ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. બે દિવસની રમત બાદ સિરીઝમાં ડ્રાઇવિંગ સીટ પર રહેલી કીવી ટીમ આ મુકાબલામાં પણ આગળ ચાલી રહી છે. હાલ પાકિસ્તાનની પાસે સામાન્ય લીડ છે, પરંતુ ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેન વિલિયમનસ શાનદાર સદી ફટકારી ક્રિઝ પર છે, જેણે પાકિસ્તાનને ફરી દેખાડ્યુ કે તે કેમ નંબર વન બેટ્સમેન બન્યો છે. 

આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાં નંબર વનની ખુરશી હાસિલ કરનાર કેન વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 140 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ વિલિયમસનનના ટેસ્ટ કરિયરની 24મી સદી હતી. વિલિયમસને અડધી સદીથી સદી સુધી પહોંચવા માટે માત્ર 35 બોલનો ઉપયોગ કર્યો હતો. હાલમાં ટેસ્ટમાં નંબર વનબનેલા બેટ્સમેન વિલિયમસને સતત ત્રીજી ટેસ્ટમાં સદી ફટકારી છે. આ પહેલા તેણે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બેવડી સદી અને પાકિસ્તાન સામે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કેન વિલિયમસને 251 રનની ઈનિંગ રમી હતી, જ્યારે પાકિસ્તાન વિરુદ્ધ 129 રન બનાવ્યા હતા. તે બન્ને મેચમાં ટીમને જીત મળી હતી. વિલિયમસન હવે ટેસ્ટ ક્રિકેટમાં 7 હજાર રન બનાવવાની ખુબ નજીક છે. વિલિયમસન આજે 112 રન બનાવી અણનમ છે. જો તે વધુ 11 રન બનાવી લેશે તો ટેસ્ટ ક્રિકેટમાં સાત હજાર રન પૂરા કરી લેશે.

તો મેચની વાત કરીએ તો પાકિસ્તાનને પ્રથમ ઈનિંગમાં 297 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કીવી ટીમે 85 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી 286 રન બનાવી લીધા છે. પાકિસ્તાનની પાસે હજુ 11 રનની લીડ છે, પરંતુ યજમાન ટીમની સાત વિકેટ બાકી છે. વિલિયમસન 112 રન અને હેનરી નિકોલ્સ 89 રન બનાવી રમી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news