IND vs AUS: આર અશ્વિને રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બોલર બન્યો

IND vs AUS 1st Test: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી નાગપુર ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે બીજી ઈનિંગમાં પાંચ વિકેટ હાસિલ કરી ઈતિહાસ રચી દીધો છે. 

IND vs AUS: આર અશ્વિને રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બોલર બન્યો

નાગપુરઃ IND vs AUS 1st Test Ravichandran Ashwin: રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin)ટેસ્ટ ફોર્મેટમાં ભારતના સૌથી સફળ બોલરમાંથી એક છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પણ આર અશ્વિનની બોલિંગન જાદૂ જોવા મળ્યો છે. તેણે આ મેચની બીજી ઈનિંગમાં શાનદાર બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાની બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી દીધી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

આર અશ્વિને રચ્યો ઈતિહાસ
આર અશ્વિને (Ravichandran Ashwin)આ મેચની પ્રથમ ઈનિંગમાં 15.5 ઓવર બોલિંગ કરતા 3 વિકેટ પોતાના નામે કરી હતી. પરંતુ બીજી ઈનિંગમાં અશ્વિન વઘુ ઘાતક જોવા મળ્યો અને તેણે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. આ ઈનિંગમાં તેણે પાંચ વિકેટ ઝડપવાની સાથે અનિલ કુંબલેના એક મોટા રેકોર્ડની બરોબરી કરી લીધી છે. 

આ સિદ્ધિ મેળવનાર બીજો ભારતીય બોલર
આર અશ્વિન (Ravichandran Ashwin)એ ભારતમાં 25મી વખત એક ઈનિંગમાં 5 વિકેટ કે તેનાથી વધુ વિકેટ હાસિલ કરવાની સિદ્ધિ મેળવી છે. આ પહેલા માત્ર અનિલ કુંબલે (Anil Kumble)એ ભારતમાં રમતા 25 ઈનિંગમાં 5 કે તેનાથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તો આર અશ્વિને કુલ 31મી વખત ટેસ્ટ મેચની એક ઈનિંગમાં 5 કે તેથી વધુ વિકેટ હાસિલ કરી છે. 

બોર્ડર ગાવસ્કર સિરીઝમાં મોટો રેકોર્ડ
રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) આ શાનદાર પ્રદર્શનની સાથે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો બીજો સૌથી સફળ બોલર બની ગયો છે. અનિલ કુંબલે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો સૌથી સફળ બોલર છે. તેના નામે 111 વિકેટ નોંધાયેલી છે. ત્યારબાદ આર અશ્વિન આ લિસ્ટમાં આવી ગયો છે. તો 95 વિકેટની સાથે હરભજન સિંહ ત્રીજા નંબર પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news