વિરેન્દ્ર સહેવાગની જેમ સરફરાજ ખાને છગ્ગા સાથે ફટકારી ત્રેવડી સદી, હવે IPL પર નજર
Ranji Trophy 2019-20: સરફરાજ ખાન (Sarfaraz Khan) ની ત્રેવડી સદીને પગલે મુંબઇની ટીમ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ પર લીડ બનાવવામાં સફળ રહી.
Trending Photos
મુંબઇ : ભારતમાં આમ તો દિગ્ગજ ક્રિકેટરોનું લાબું લિસ્ટ છે. પરંતુ જ્યારે ચોગ્ગા છગ્ગાની વાત આવે તો પહેલું નામ વિરેન્દ્ર સહેવાગનું આવે છે. સહેવાગ પોતાની સદી કે બેવડી સદી પણ છગ્ગા સાથે પુર્ણ કરવામાં જાણીતો છે. હાલમાં ચાલી રહેલી રણજી ટ્રોફીમાં સહેવાગની ઝલક જોવા મળી રહી છે. મુંબઇ તરફથી રમતા સરફરાજ ખાને પોતાની ત્રેવડી સદી છગ્ગા સાથે પૂર્ણ કરી. સરફરાજની ઇનિંગને પગલે મુંબઇની ટીમ રણજી ટ્રોફીમાં ઉત્તર પ્રદેશની ટીમ પર લીડ બનાવવામાં સફળ રહી.
મુંબઇ અને ઉત્તર પ્રદેશ વચ્ચે (Mumbai vs Uttar Pradesh) 19થી22 જાન્યુઆરી વચ્ચે રણજી ટ્રોફી (Ranji Trophy 2019-20) જંગ ખેલાયો હતો. આ મેચમાં ઉત્તર પ્રદેશની ટીમે પહેલા બેટીંગ લીધી હતી. યૂપી તરફથી ઉપેન્દ્ર યાદવ (203) અને અક્ષદીપ નાથ (115) શાનદાર બેટીંગ કરી હતી. જેને પગલે ઉત્તર પ્રદેશે પહેલા દાવમાં 8 વિકેટે 625 રન બનાવ્યા હતા અને મેચના બીજા દિવસે છેલ્લા કલાકમાં મુંબઇને બેટીંગ આપી હતી.
મુંબઇની ટીમ દબાણમાં આવી હતી. 128 રન પહોંચતાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને હારનો ખતરો મંડરાઇ રહ્યા હતો. પરંતું છઠ્ઠા નંબરે બેટીંગમાં આવેલા સરફરાજ ખાને ઐતિહાસિક ઇનિંગ રમી મેચનો આખો નકશો જ બદલી નાંખ્યો હતો. 22 વર્ષિય સરફરાજ ખાને પ્રથમ શ્રેણીની પોતાની બીજી સદીને બેવડી સદીમાં બદલી અને જોત જોતામાં ત્રેવડી સદી ફટકારી.
સરફરાજે પોતાની ત્રેવડી સદી 389 બોલમાં છેલ્લા બોલ પર છગ્ગો ફટકારી પૂર્ણ કરી. આ અગાઉ 250 રનનો આંકડો પણ સરફરાજે છગ્ગો ફટકારી પૂર્ણ કર્યો હતો. સરફરાજની આ તોફાની બેટીંગ જોતાં ક્રિકેટ રસિકોને વિરેન્દ્ર સહેવાગની યાદ અપાવી જાય એમ છે. સરફરાજે પોતાની ઇનિંગમાં 30 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. સરફરાજે આ પારીથી કિંગ્સ ઇલેવન પંજાબની ટીમને ખુશ કરી છે. સરફરાજ આઇપીએલમાં પંજાબ તરફથી રમશે.
સરફરાજની આ બેટીંગને પગલે મુંબઇએ 688 રનના સ્કોર પર દાવ ડિકલેર કર્યો. આ રીતે ઉત્તર પ્રદેશની ટીમ સામે 63 રનની લીડ મેળવી, મુંબઇ ટીમનું આ રણજી ટ્રોફીમાં સારૂ પ્રદર્શન નથી રહ્યુ. 5 મેચમાં 12 પોઇન્ટ છે. ઉત્તર પ્રદેશ 6 મેચમાં 14 પોઇન્ટ સાથે છે. ટુર્નામેન્ટના પોઇન્ટ ટેબલમાં ઉત્તર પ્રદેશ 10માં અને મુંબઇ 12મા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે