વિશ્વ કપ માટે 16 સભ્યોની ટીમ ઈચ્છતો હતોઃ શાસ્ત્રી
ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ બુધવારે કહ્યું કે, તે વિશ્વ કપ માટે 15 ખેલાડીઓની ફરજીયાત યાદીને જગ્યાએ 16 સભ્યોની ટીમ ઈચ્છતા હતા. પરંતુ નિયમોને કારણે આમ થઈ શક્યું નથી.
Trending Photos
દુબઈઃ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ બુધવારે કહ્યું કે, તે વિશ્વ કપ માટે 15 ખેલાડીઓની ફરજીયાત યાદીને જગ્યાએ 16 સભ્યોની ટીમ ઈચ્છતા હતા. તેમણે કહ્યું કે, જે તેમાં જગ્યા બનાવી શક્યા નથી, તેણે નિરાશ થવાની જરૂર નથી.
ભારતે 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થનારા વિશ્વ કપ માટે સોમવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી અને પસંદગીકારો દ્વારા યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને અનુભવી અંબાતી રાયડૂને પસંદ ન કરાતા ચર્ચાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.
શાસ્ત્રીએ અહીં 'સ્પોર્ટ360' વેબસાઇટને કહ્યું, હું પસંદગીના મામલામાં સામેલ થવા ઈચ્છતો નથી. જો અમારૂ કોઈ મંતવ્ય હોય તો અમે તે કેપ્ટનને જણાવીએ છીએ તેમણે કહ્યું, જ્યારે તમારે 15 ખેલાડીઓની પસંદગી કરવાની છે ત્યારે આમ થવું સ્વાભાવિક છે કે કોઈને તો બહાર જવું પડશે જે ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. હું 16 ખેલાડીઓને સામેલ કરવા ઈચ્છતો હતો. અમે આઈસીસીને પણ તેનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે એક ટૂર્નામેન્ટ એટલી લાંબી છે તો 16 ખેલાડીઓને રાખવા યોગ્ય હશે. પરંતુ આદેશ 15 ખેલાડીઓનો હતો.
શાસ્ત્રીએ કહ્યું કે, જે 15 ખેલાડીઓની યાદીમાં જગ્યા બનાવી શક્યા નથી, તેણે આગળ જોવું જોઈએ કારણ કે તક ગમે ત્યારે મળી શકે છે. તેમણે કહ્યું, જેને સ્થાન મળ્યું નથી તેણે નિરાશ થવાની જરૂર નથી. આ અજીબ રમત છે, ગમે તેને ઈજા થઈ શકે છે. તેથી તમને ખ્યાલ નથી કે, તમને કોલ આવી શકે છે.
જ્યારે વિજય શંકરના ચોથા સ્થાન માટે પૂછવામાં આવ્યું કે, કેપ્ટન વિરાટ કોહલીએ થોડા મહિના પહેલા રાયડૂને આ સ્થાન માટે દોડમાં સૌથી આગળ ગણાવ્યો હતો તો શાસ્ત્રીએ કહ્યું કે, આ સ્થાન હંમેશા ફેરફાર માટે હોય છે. તેમણે કહ્યું, પરિસ્થિતિઓ અને વિરોધીને જોતા ચોથા નંબરનું સ્થાન ફેરફારયુક્ત છે. હું કહીશ કે, ટોપ-3 બાદ તમે ફેરફારનો અવકાશ રાખો છો.
શાસ્ત્રીએ તે આલોચનાઓને પણ નકારી જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, ભારત કોહલી પર વધુ નિર્ભર દેખાઈ છે. તેમણે કહ્યું, જો તમે છેલ્લા પાંચ વર્ષોને જુઓ તો જે રીતે ભારતીય ટીમે પ્રદર્શન કર્યું છે, તે હંમેશા ટોપ બે કે ત્રણમાં રહી છે. જ્યારે ટીમ સતત પાંચ વર્ષો સુધી ટોપ બે કે ત્રણમાં યથાવત રહે છે અને ટેસ્ટમાં નંબર એક તથા ટી20 ક્રિકેટમાં ટોપ ત્રણમાં રહે છે તો તમે કોઈ એક ખેલાડી પર નિર્ભર ન હોઈ શકો.
તેમણે કહ્યું, જ્યારે તમારો રેકોર્ડ એટલો સાતત્ય છે તો તમારા ખેલાડીઓએ દરેક સમયે પ્રદર્શન કરવાની જરૂર હોય છે. તેનો શ્રેય ટીમને જાય છે. ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ વિશે વાત કરતા શાસ્ત્રીએ ઈંગ્લેન્ડને પ્રબળ દાવેદાર ગણાવ્યું હતું.
તેમણે કહ્યું, 'ઈંગ્લેન્ડ છેલ્લા બે વર્ષોથી સત પ્રદર્શન કરનારી ટીમ રહી છે.' તેની પાસે વિવિધ પ્રતિભા ધરાવતા ખેલાડી છે. તેની પાવે બેટિંગ અને બોલિંગમાં ઉંડાણ છે અને તે પોતાના ઘરમાં રમવાના છે. તેથી તે પ્રબળ દાવેદારના રૂપમાં શરૂઆત કરશે. તેમણે કહ્યું, પરંતુ એવી ઘણી ટીમ છે જે કોઈપણ દિવસે ગમે તે ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. વિશ્વ કપ જેવી ટૂર્નામેન્ટમાં તમારે દરેક મેચમાં પોતાની રમતમાં સર્વોચ્ચ રહેવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે