IPL 2024: ક્યારેક હાર્દિક.. ક્યારેક બુમરાહ, રોહિત શર્માએ કેવી રીતે બચાવી 3 દિગ્ગજની કારકિર્દી? પૂર્વ ક્રિકેટરે ગણિત સમજાવ્યું
IPL 2024: આઈપીએલ 2024 પહેલા રોહિત શર્માની ખુબ ચર્ચા ચાલી છે. મુંબઈએ તેને કેપ્ટન પદેથી હટાવી દીધો છે અને હાર્દિકની પસંદગી કરી છે. છેલ્લી 10 સીઝનથી મુંબઈની કમાન સંભાળનાર રોહિતે ઘણા યુવા ખેલાડીઓનું કરિયર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
Trending Photos
Rohit Sharma: IPL, એક એવી લીગ છે જેને યુવાઓની લીગના નામથી પણ ઓળખવામાં આવે છે. આ લીગથી જાણીતા બનેલા ઘણા ખેલાડી આજે દુનિયાભરમાં ધૂમ મચાવે છે. તેમાં બુમરાહ, હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, રિષભ પંત જેવા ઘણા દિગ્ગજ સામેલ છે. હવે આ લીગની 17મી સીઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. જેની પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો મુદ્દો છવાયેલો છે. મુંબઈ ઈન્ડિયન્સે તેને કેપ્ટન પદેથી હટાવી હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે. છેલ્લી 10 સીઝનથી રોહિત મુંબઈનો કેપ્ટન હતો અને તેણે ઘણા ખેલાડીઓનું કરિયર બનાવ્યું છે. આ મુદ્દે પૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલે વાત કરી છે.
કઈ રીતે બુમરાહ બન્યો સ્ટાર?
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહે પોતાની બોલિંગથી મોટા-મોટા દિગ્ગજોને પરેશાન કરે છે. બુમરાહને ડેથ સ્પેશિયાલિસ્ટ પણ કહેવામાં આવે છે. આ બોલરને સ્ટાર બનાવવામાં રોહિત શર્મા અને મુંબઈ ફ્રેન્ચાઇઝીનું મહત્વનું યોગદાન છે. પાર્થિવ પટેલે જિયો સિનેમા પર લીજેન્ડ્સ લાઉન્જ શોમાં કહ્યું- રોહિત હંમેશા ખેલાડીઓની સાથે રહે છે અને તેનું સૌથી મોટુ ઉદાહરણ જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા છે. બુમરાહ 2014માં પ્રથમવાર મુંબઈમાં સામેલ થયો હતો, પરંતુ જ્યારે તેણે 2015માં પોતાની પ્રથમ સીઝન રમી, તો તે સારૂ ન કરી શક્યો. એવું લાગી રહ્યું હતું કે તેને સીઝનની વચ્ચે જ રિલીઝ કરી દેવાનો હતો, પરંતુ રોહિતને લાગ્યું કે આ ખેલાડી ચમકવાનો છે અને તેને રાખવો જોઈએ. તેણે જોયું કે 2016માં બુમરાહનું પ્રદર્શન આગામી સ્તરે પહોંચી ગયું હતું.
2016માં ખરાબ રહ્યું હાર્દિકની સીઝનઃ પાર્થિવ પટેલ
પાર્થિવ પટેલે હાર્દિક પંડ્યા વિશે પણ વાત કરી. તેણે કહ્યું- હાર્દિકની સાથે પણ આવું થયું છે. જ્યારે તે 2015માં સામેલ થયો તો ખુબ ચર્ચામાં રહ્યો. પરંતુ 2016માં તેની સીઝન ખરાબ રહી હતી. વાત તે છે કે જ્યારે તમે અનકેપ્ડ ખેલાડી હોવ તો ફ્રેન્ચાઇઝી તત્કાલ રિલીઝ કરી દે છે. કે પછી જોવામાં આવે છે કે કોઈ ખેલાડી રણજી ટ્રોફી કે અન્ય ઘરેલુ મેચમાં કેવું પ્રદર્શન કરે છે, જો તે સારૂ રહે છે તો પરત લેવામાં આવે છે. પરંતુ રોહિતે આમ ન કર્યું. આ કારણ છે કે હાર્દિક આજે સ્ટાર ખેલાડી બની ગયો છે.
જોસ બટલર માટે રોહિતે છોડી ઓપનિંગ
પાર્થિવે આગળ જણાવ્યું- જોસ બટલર શરૂઆતમાં મુંબઈમાં આવ્યો તો નીચે બેટિંગ કરી રહ્યો હતો. રોહિત શર્મા ઓપન કરી રહ્યો હતો. 2017માં રોહિતને લાગ્યું કે બટલર સારી રીતે ઓપનિંગ કરી શકે છે. તો રોહિત ખુબ નીચે બેટિંગ કરવા આવ્યો અને બટલર ઓપન કરી રહ્યો હતો. તેના કરિયરમાં ત્યાંથી પરિવર્તન આવવાનું શરૂ થયું હતું. આ મોટા ઉદાહરણ છે, જે રીતે તેણે હાર્દિક અને બુમરાહને ન જવા દીધા અને તેના પર વિશ્વાસ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે