Jonny Bairstow: વિરાટનો ગુસ્સો ટીમને પડ્યો ભારે! લડાઈ બાદ જોનીએ બદલ્યો ગિયર અને...

Virat Kohli Fight With Jonny Bairstow: એજબેસ્ટન ટેસ્ટમાં જોની બેયરસ્ટોએ શાનદાર સદી મારી. પહેલી ઇનિંગમાં જ્યારે ઇંગ્લેન્ડની ટીમ બેકફૂટ પર હતી, તે સમયે જોની બેયરસ્ટોએ તોફાની સેન્ચ્યુરી ફટકારી, આ ઇનિંગ દરમિયાન તેના અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બોલાચાલી થઈ હતી.

Jonny Bairstow: વિરાટનો ગુસ્સો ટીમને પડ્યો ભારે! લડાઈ બાદ જોનીએ બદલ્યો ગિયર અને...

Virat Kohli Fight With Jonny Bairstow: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એજબેસ્ટન ટેસ્ટમાં ત્રીજી સદી ફટકારવામાં આવી છે. ભારતના રિષભ પંતે અને રવિન્દ્ર જાડેજા બાદ ઇંગ્લેન્ડ તરફથી જોની બેયરસ્ટોએ તોફાની સદી ફટકારી છે. મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે વાપસી કરી અને જોની બેયરસ્ટોના કાઉન્ટર એટેકે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચીડી દીધી છે. જોની બેટરસ્ટોની છેલ્લી ત્રણ મેચમાં આ સતત ત્રીજી સદી છે.

ભારત સામે પહેલી ઇનિંગમાં જોની બેયરસ્ટોએ માત્ર 119 બોલમાં તેની સેન્ચ્યુરી પૂર્ણ કરી છે. સદી સુધી તેણે પોતાની ઇનિંગમાં 14 ફોર અને 2 સિક્સ ફટકારી છે. જોની બેયરસ્ટો શરૂઆતમાં ઘણી સ્ટ્રગલ કરી રહ્યો હતો, પરંતુ બાદમાં તેણે પોતાનો ગિયર બદલ્યો અને તોફાની બેટિંગ શરૂ કરી હતી.

જોની બેયરસ્ટોએ તેની ઇનિંગમાં કુલ 106 રન બનાવ્યા. તેણે મોહમ્મદ શમીએ આઉટ કર્યો અને ખાસ વાત એ રહી કે વિરાટ કોહલીએ જ તેનો કેચ પકડ્યો હતો. ઇંગ્લેન્ડની ઇનિંગની 55 મી ઓવરમાં જોની બેયરસ્ટોની વિકેટ પડી, તે સમયે ઇંગ્લેન્ડનો સ્કોર 241-7 હતો.

ભારે પડ્યો વિરાટ કોહલીનો ગુસ્સો?
જોની બેયરસ્ટોની આ ઇનિંગમાં વિરાટ કોહલી સાથે લડાઈ થઈ હતી. પરંતુ આ લડાઈ તેમના માટે સારી સાહિત થઈ. કેમ કે, બેયરસ્ટો શરૂઆતમાં ઘણી સ્ટ્રગલ કરી રહ્યો હતો. વિરાટ કોહલી સાથે થયેલી લડાઈ બાદ તેનો અંદાજ જ બદલાઈ ગયો.

તેનો અંદાજો આ આંકડાથી લગાવી શકાય છે કે પોતાની શરૂઆતના 60 બોલમાં જોનીએ માત્ર 13 જ રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ 53 બોલમાં 78 રન ફટકાર્યા. આ દરમિયાન જોની બેયરસ્ટોનો સ્ટ્રાઈક રેટ 150 ઉપર રહ્યો. સ્પષ્ટ છે કે વિરાટ કોહલી સાથે થયેલી ચર્ચાએ જોનીને સંપૂર્ણ રીતે જગાડ્યો.

જોની બેયરસ્ટોએ બનાવ્યો રેકોર્ડ
પોતાની આ ઇનિંગમાં જોનીએ કેટલાક રેકોર્ડ પોતાને નામ કર્યા. બેયરસ્ટોએ પોતાની સેન્ચ્યુરી 119 બોલમાં પૂર્ણ કરી. વર્ષ 2016 બાદ કોઈપણ બેટ્સમેન દ્વારા ટેસ્ટમાં ભારત સામે મારવામાં આવી સૌથી ઝડપી સદી છે.

— Sky Sports Cricket (@SkyCricket) July 3, 2022

સાથે જ છેલ્લી ત્રણ ટેસ્ટમાં આ સતત જોની બેયરસ્ટોની ત્રીજી સદી છે. આ પહેલા ન્યુઝીલેન્ડ સામે રમાયેલી સીરિઝમાં પણ તે જબરદસ્ત ફોર્મમાં હતો. છેલ્લી ત્રણ મેચમાં જોની બેયરસ્ટોએ 8, 136, 162, 71* અને 100* રન બનાવ્યા છે.

આ ઇનિંગ સાથે જોની બેયરસ્ટો વર્ષ 2022 માં ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. જોની બેયરસ્ટોએ અત્યાર સુધી આ વર્ષમાં 880 રન બનાવ્યા છે, જેમાં 5 સદી સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news