WI vs IND: વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ વનડેમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ 11, આ ખેલાડી કરશે ઓપનિંગ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોર્ટ ઓફ સ્પેનમાં રમાનાર પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કેવી હશે, જાણી લો. ટીમમાં ઓપનિંગથી લઈને મિડલ ઓર્ડરમાં ફેરફાર જોવા મળશે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ શુક્રવાર 22 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે પહેલા ત્રણ મેચોની વનડે સિરીઝ રમાશે અને પછી પાંચ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનું આયોજન થશે. તેવામાં પ્રથમ વનડે મેચના એક દિવસ પહેલા જાણી લો કે ત્રિનિદાદમાં રમાનાર પ્રથમ વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે છે, કારણ કે તમામ સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાની નવી ઓપનિંગ જોડી જોવા મળશે, કારણ કે રોહિત શર્મા આ ટીમનો સભ્ય નથી. તે સિવાય વિરાટ કોહલી, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ પણ ઉપલબ્ધ નથી. તેવામાં ટીમમાં કેટલાક નવા ખેલાડીઓ જોવા મળશે. આ સ્થિતિમાં કેપ્ટન શિખર ધવન સાથે શુભમન ગિલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. ઈશાન કિશન પણ ટીમની સાથે છે, પરંતુ તે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહી શકે છે.
નંબર ત્રણની જવાબદારી સૂર્યકુમાર યાદવને મળવાની સંભાવના છે, જ્યારે નંબર ચાર પર શ્રેયસ અય્યર હશે. પાંચમાં નંબર પર વિકેટકીપરના રૂપમાં સંજૂ સેમસન જોવા મળી શકે છે. દીપક હુડ્ડા નંબર-6 પર ફિનિશરના રૂપમાં જોવા મળશે. તો રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર અને યુઝવેન્દ્ર ચહલ સ્પિન વિભાગની જવાબદારી સંભાળશે. ભારત ત્રણ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરજ, આવેશ ખાન અને અર્શદીપની સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, દીપક હુડ્ડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, આવેશ ખાન અને અર્શદીપ સિંહ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે