ઈંગ્લેન્ડની ફેન્સ ક્બલે વોર્નરની ઉડાવી મજાક, તેની તસ્વીર પર 'ચીટ્સ' લખ્યું
ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં 25 જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. વિશ્વ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ બંન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ રમાશે.
Trending Photos
લંડનઃ ઈંગ્લેન્ડની ફેન્સ ક્બલ બાર્મી-આર્મીએ વિશ્વ કપ પહેલા બોલ ટેમ્પરિંગ મામલાને લઈને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની મજાક ઉડાવી છે. બાર્મી-આર્મીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલથી વોર્નરની તસ્વીર શેર કરી છે. તેમાં વોર્નરના ટી-શર્ટ પર 'ચીટ્સ' (અપ્રમાણિક) લખ્યો છે. ટી-શર્ટના જે ભાગ પર 'ચીટ્સ' લખવામાં આવ્યું છે, ત્યાં પહેલા ઓસ્ટ્રેલિયા લખેલું હતું. બાર્મી-આર્મીએ વોર્નરની સાથે નાથન લાયન અને મિશેલ સ્ટાર્કની પણ તસ્વીર પોસ્ટ કરી છે. તેમાં બંન્ને ખેલાડીઓના હાથમાં બોલની જગ્યાએ સેન્ડ પેપર લખેલું છે.
ઓસ્ટ્રેલિયાની ટીમ વિશ્વકપમાં 25 જૂને ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમશે. વિશ્વ કપ 30 મેથી 14 જુલાઈ સુધી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. આ ટૂર્નામેન્ટ બાદ બંન્ને ટીમો વચ્ચે ઈંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ રમાશે.
લેંગરનો જવાબ- અમે આ પ્રકારના સ્વાગત માટે તૈયાર
બાર્મી-આર્મીના આ ટ્વીટ પર ઓસ્ટ્રેલિયાની ટીમના મુખ્ય કોચ જસ્ટિન લેંગરે જવાબ આપ્યો. તેમણે કહ્યું, 'અમારી ટીમ વિશ્વ કપમાં આ પ્રકારના સ્વાગથી ચોંકશે નહીં.' અમે તેના માટે તૈયાર છીએ. વિશ્વ કપમાં લગભગ આ વિવાદ ઓછો થાય, પરંતુ ત્યારબાદ એશિઝ સિરીઝમાં આ પ્રકારની વાતો વધુ થશે.
😍 @cricketcomau release their #CWC19 player portraits! pic.twitter.com/J1wBV5tK5w
— England's Barmy Army (@TheBarmyArmy) May 8, 2019
ઓસ્ટ્રેલિયાએ લેંગરના કોચિંગમાં 45માંથી 20 મેચ જીતી
લેંગરને બોલ ટેમ્પરિંગ વિવાબ બાદ ટીમનો કોચ બનાવવામાં આવ્યો હતો. તત્કાલીન કોચ ડેરેન લેહમને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લેંગના કોચિંગમાં એક એપ્રિલ 2018થી અત્યાર સુધી 8 ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચ જીતી અને ત્રણમાં પરાજયનો સામનો કરવો પડ્યો. બે ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ દરમિયાન 21 વનડેમાંથી 10માં વિજય મેળવ્યો તો 11 વનડે મેચ ગુમાવી છે. 16 ટી20 મુકાબલામાં સાતમાં જીત મળી તો આઠ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.
વોર્નર-સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો
વોર્નર અને સ્મિથ ગત વર્ષે માર્ચમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બંન્ને પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. તેની સાથે કેમરૂન બેનક્રાફ્ટને પણ સજા આપવામાં આવી હતી, પરંતુ તે વિશ્વકપ ટીમમાં સામેલ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે