ફરી બહાર આવ્યું યુવરાજ સિંહનું દુખ, કહ્યું- ધોની અને કોહલી પાસેથી ન મળ્યું સમર્થન


એમએસ ધોનીની આગેવાનીમાં તેણે 2011નો વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી અને તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.
 

ફરી બહાર આવ્યું યુવરાજ સિંહનું દુખ, કહ્યું- ધોની અને કોહલી પાસેથી ન મળ્યું સમર્થન

નવી દિલ્હીઃ યુવરાજ સિંહ 17 વર્ષના પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઘણા કેપ્ટનોની આગેવાનીમાં રમ્યો હતો. હવે યુવીએ જણાવ્યું કે, તેની નજરમાં સર્વશ્રેષ્ઠ કેપ્ટન કોણ છે. 38 વર્ષીય આ પૂર્વ ઓલરાઉન્ડરે મંગળવારે કહ્યું કે, તે હંમેશા સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રમાયેલા પોતાના સમયને યાદ કરે છે. 

એમએસ ધોનીની આગેવાનીમાં તેણે 2011નો વિશ્વકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી અને તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો આ ડાબા હાથના બેટ્સમેને કહ્યું કે, તેમ છતાં તે ગાંગુલીની આગેવાનીમાં રમેલા પોતાના સમયને યાદ કરે છે. 

એક અંગ્રેજી અખબારના આપેલા ઈન્ટરવ્યૂમાં યુવરાજે કહ્યું, હું સૌરવ ગાંગુલીની આગેવાનીમાં રહ્યો અને તેમણે મને ખુબ સપોર્ટ કર્યો, મને ગાંગુલીની આગેવાની તે માટે ખુબ યાદ છે કે તેણે ઘણું સમર્થન આપ્યું. મને માહી (ધોની) અને વિરાટ કોહલી પાસે તે પ્રકારે સપોર્ટ મળ્યો નથી. 

શાહિદ આફ્રિદી ફાઉન્ડેશનને સપોર્ટ કરી ફસાયા યુવરાજ અને હરભજન, લોકો કરી રહ્યાં છે ટ્રોલ

યુવરાજે ભારત માટે 304 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને તેમાં 8701 રન બનાવ્યા છે. તેણે પોતાના વનડે કરિયરમાં 14 સદી ફટકારી હતી. યુવરાજને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેની નજરમાં મુથૈયા મુરલીધરનનો સામનો કરવો સૌથી મુશ્કેલ રહ્યો હતો. 

રાજસ્થાન રોયલ્સની જાહેરાત! અમે ભારતીય ખેલાડીઓની સાથે ટૂંકી IPL માટે તૈયાર  

તેણે કહ્યું, મને મુથૈયા મુરલીધરનનો સામનો કરવામાં ખુબ મુશ્કેલી આવતી હતી. મને તેની બોલિંગ સમજાતી નહતી. પછી તેંડુલકરે મને કહ્યું મુરલીધરનના બોલ પર સ્વીપ કરવાનો આઇડિયો આપ્યો અને તેનાથી મને ઘણી સરળતા થઈ હતી. 

તેણે કહ્યું, ગ્લેન મૈક્ગ્રાએ મને ઘણીવાર બહાર જતા બોલ પર પરેશાન કર્યો હતો. સારી વાત છે કે મારે મેક્ગ્રાનો વધુ સામનો ન કરવો પડ્યો કારણ કે ટેસ્ટ મેચોમાં મને વધુ રમવાની તક મળી નહતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news