આખરે, Emoji નો રંગ કેમ પીળો છે? આની પાછળનું કારણ છે ખૂબ જ રસપ્રદ
સોશિયલ મીડિયાએ આધુનિક વિશ્વને અભિવ્યક્તિનું નવું સ્વરૂપ આપ્યું છે. ભાવની અભિવ્યક્તિ કરવામાં કોઈ ઉણપ ન રહી જાય તે માટે ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્લીઃ સોશિયલ મીડિયાએ આધુનિક વિશ્વને અભિવ્યક્તિનું નવું સ્વરૂપ આપ્યું છે. ભાવની અભિવ્યક્તિ કરવામાં કોઈ ઉણપ ન રહી જાય તે માટે ઈમોજીનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ક્યારેકને ક્યારેક તમારા બધાના મનમાં સવાલ થયો જ હશે કે ઈમોજીનો રંગ પીળો કેમ છે? બીજો કોઈ રંગ પણ હોઈ શકે છે. તેમ છતાં પણ મોટાભાગના ઈમોજી કેમ પીળા રંગના હોય છે? આ પાછળનું કારણ શું છે?
ફેસબુક, વ્હોટ્સએપથી લઈને તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ સુધી, આપણે બધા મેસેજ મોકલવામાં ક્યાંકને ક્યાંક ઈમોજીનો ઉપયોગ કરીએ છીએ. ઈમોજી ફક્ત મેસેજની અંદરની અભિવ્યક્તિને મજબૂત નથી બનાવતા. આ સિવાય તેઓ મેસેજમાં મીઠાશ લાવવાનું કામ પણ કરે છે. સોશિયલ મીડિયા પર તમને ઈમોજીના ઢગલાબંધ રૂપ જોવા મળશે- ખુશ, ઉદાસ, ક્રોધિત, હસતાં, રડતા, સૂતા ઈમોજી વગેરે.
નોંધનીય બાબત એ છે કે મોટાભાગના ઈમોજી પીળા રંગના જ કેમ હોય છે? આ વિશે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન કરવામાં આવ્યું નથી. પરંતુ નિષ્ણાંતો ઈમોજીનો રંગ પીળો હોવાનાં ઘણાં કારણો આપે છે. તેમના કહેવા પ્રમાણે, ઈમોજીનો રંગ વ્યક્તિનાં સ્કીન ટોન સાથે મેળ ખાતો આવે છે. તેથી જ ઈમોજીનો રંગ પીળા કલરનો છે. એવુ પણ કહેવામાં આવે છે કે પીળા રંગ પર હાસ્યની ભાવદશા સારી રીતે અભિવ્યક્ત થાય છે.
બીજી બાજુ, જ્યારે લોકો ખિલખિલાટ હસી પડે છે, ત્યારે તેમનો ચહેરો હસી હસીને પીળો પડી જાય છે. આ એક મોટું કારણ છે, જેના કારણે મોટાભાગના ઈમોજીનો રંગ પીળો છે. પીળો રંગ હાસ્ય અને આનંદનું પ્રતીક છે. લાગણીઓ પીળા રંગમાં ખૂબ જ સારી રીતે વ્યક્ત થઈ શકે છે. ઘણા સ્ટીકરો જે માર્કેટમાં વેચાય છે, તેનો રંગ પણ મોટાભાગે પીળો હોય છે. કાર્ટૂનમાં ઘણા લોકપ્રિય પાત્રોનો રંગ પીળો છે. પીળો રંગ પણ સુખનો રંગ માનવામાં આવે છે. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એકમાત્ર ગુસ્સાવાળા ઈમોજીનો રંગ લાલ છે. તે સિવાયનાં ઈમોજી પીળા રંગના હોય છે. પીળો રંગ સારા અને હેપ્પી મૂડનો સંકેત આપે છે.
Adult Model બની નેતા, ન્યૂડ થઈને કર્યું ઈલેક્શન કેમ્પેન! મતદારોને આપી એવી ઓફર કે બધા આવી ગયા મોજમાં...
Twitter પર આ Hot Girl ના Photos જોવા ઘણાંએ કામ-ધંધો જ છોડી દીધો! છેલ્લે તેનું Twitter Account કરવું પડ્યું બંધ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે