Bonfire ગ્રુપ વીડિયો ચેટ પર નહીં કરી શકો વાત, ફેસબુકનો મોટો નિર્ણય

ફેસબુકે ગ્રુપ વીડિયો ચેટની મુખ્ય એપ 'હાઉસપાર્ટી'ના એક ક્લોનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 'ધ વર્જ'ના શુક્રવારના રિપોર્ટ અનુસાર, બોનફાયર નામની ક્લોન એપ આ મહિને કામ કરવાનું બંધ કરી દેશે.
 

Bonfire ગ્રુપ વીડિયો ચેટ પર નહીં કરી શકો વાત, ફેસબુકનો મોટો નિર્ણય

નવી દિલ્હીઃ ફેસબુકે ગ્રુપ વીડિયો ચેટની મુખ્ય એપ 'હાઉસપાર્ટી'ના એક ક્લોનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 'ધ વર્જ'ના શુક્રવારના રિપોર્ટ અનુસાર, બોનફાયર નામની ક્લોન એપ આ મહિને કામ કરવાનું બંધ કરી દેશે. ફેસબુકે તેનું પરીક્ષણ 2017માં શરૂ કર્યું હતું. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું, 'મેમાં, અમે બોનફાયરને બંધ કરી રહ્યાં છીએ.' અમે તેનાથી જે કંઇપણ શીખ્યું છે તે તત્વોને અમે અન્ય વર્તમાન અને ભવિષ્યના ઉત્પાદકોમાં સામેલ કરીશું. 

2017ના અંતમાં થઈ હતી શરૂઆત
એપના પરીક્ષણની શરૂઆત ડેનમાર્કમાં 2017ના અંતમાં થઈ હતી. મુખ્ય એપ 'હાઉસપાર્ટી' એક ગ્રુપ વીડિયો ચેટ એપ છે જેમાં ઉપયોગકર્તા તેને ઓપન કરે છે તો તેને ખ્યાલ આવી જાય છે કે કોણ-કોણ કોનલાઇન છે અને તે તેની સાથે વીડિયો ચેટ કરી શકે છે. ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવા પોતાના અન્ય પ્લેટફોરમ પર પણ ગ્રુપ વીડિયો ચેટ જેવા ફીચર જોવી રહ્યાં છે. 

હાઉસપાર્ટીએ તે ખુલાસો કર્યો નથી કે હાલ સુધી કેટલા લોકો એપનો ઉપયોગ કરે છે. ફેસબુક સમય-સમય પર પોતાના અન્ય એપમાં ગ્રુપ વીડિયો ચેટ ફીચર જોડી રહ્યું છે, જેમાં ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર સામેલ છે. આ સપ્તાહે ફેસબુકે એફ 8 ડેવલપર સંમેલનમાં કંપનીએ જાહેરાત કરી કે મેસેન્જરમાં એક સાથે વીડિયો જોવાની સુવિધા જલ્દી એપમાં લાઇવ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news