જિયોનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 395 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી, ડેટા અને કોલિંગ ફ્રી

જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સની કેટેગરીને ઘણી સેક્શનમાં ડિવાઇડ કરી રાખ્યું છે. તમે શોર્ટ ટર્મથી લઈને લોન્ગ ટર્મવાળા પ્લાન પસંદ કરી શકો છો. જિયો પોતાના ગ્રાહકો માટે એક સસ્તો પ્લાન લઈ આવ્યું છે, જેમાં ઓછા પૈસામાં લાંબી વેલિડિટી આપવામાં આવી રહી છે. 

જિયોનો સૌથી સસ્તો પ્લાન, માત્ર 395 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી, ડેટા અને કોલિંગ ફ્રી

નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો દેશની નંબર વન ટેલીકોમ કંપની છે. જિયોની પાસે એરટેલ અને વોડાફોન આઈડિયાથી અનેક ગણા વધુ કસ્ટમર્સ છે. કંપની પોતાના ગ્રાહકો માટે સમય સમય પર નવી-નવી ઓફર અને પ્લાન્સ લાવતી રહે છે. જિયોની પાસે પોતાના દરેક ગ્રાહક માટે એક ખાસ રિચાર્જ પ્લાન છે. તમે તમારી સુવિધા અનુસાર રિચાર્જ પ્લાનની પસંદગી કરી શકો છો. જો તમે એવા યૂઝર છો જેને વેલિડિટી વધુ જોઈએ તેના માટે જિયોની પાસે એક ખાસ રિચાર્જ પ્લાન હાજર છે. 

જિયોએ પોતાના રિચાર્જ પ્લાન્સની કેટેગરીને ઘણા સેક્શનમાં ડિવાઇડ કરી રાખી છે. તમે શોર્ટ ટર્મથી લઈને લોન્ગ ટર્મવાળા પ્લાન પસંદ કરી શકો છો. જિયો પોતાના ગ્રાહકો માટે એક સસ્તો પ્લાન ઓફર કરી રહ્યું છે, જેમાં ખુબ ઓછા ભાવમાં લાંબી વેલિડિટી ઓફર કરવામાં આવી રહી છે. જિયોના જે પ્લાનની અમે વાત કરી રહ્યાં છીએ તેમાં યૂઝર્સને 84 દિવસ એટલે કે લગભગ 3 મહિનાની વેલિડિટી મળે છે અને તે માટે તમારે 400 રૂપિયાથી ઓછો ખર્ચ કરવાનો છે. 

સસ્તા ભાવમાં મળશે 84 દિવસની વેલિડિટી
જિયો પાસે પ્લાનનું એક લાંબુ લિસ્ટ છે. તેમાંથી એક પ્લાન 395 રૂપિયાનો છે. જેમાં યૂઝર્સને 84 દિવસની વેલિડિટી મળે છે. જિયોનો આ પ્લાન My Jio કે પછી Jio.com પર લિસ્ટેડ છે. તે માટે તમારે વેબસાઇટના મોબાઇલ સેક્શનથી પ્રીપેડના ઓપ્શન પર જવું પડશે. ત્યારબાદ તમને વેલ્યૂ સેક્શનની અંદર આ ખાસ રિચાર્જ પ્લાન મળી જશે. 

પ્લાનમાં મળશે ડેટાનો પણ લાભ
જો 395 રૂપિયાવાળા પ્લાનના બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં લાંબી વેલિડિટીની સાથે 84 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગની પણ સુવિધા મળે છે. જિયોનો આ 84 દિવસવાળો સૌથી સસ્તો પ્લાન છે. આ પ્લાનમાં ડેટા બેનિફિટ્સની વાત કરીએ તો કુલ 6 જીબી ડેટા મળે છે. ડેટા લિમિટ ખતમ થયા બાદ તમે 64kbps ની સ્પીડથી ડેટાનો ઉપયોગ કરી શકો છો.

જો બીજા ફાયદાની વાત કરીએ તો તેમાં ગ્રાહકોને 100 એસએમએસની પણ સુવિધા મળે છે. આ સાથે પ્લાનમાં જિયો ટીવી, જિયો સિનેમા અને જિયો ક્લાઉડનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. તમને જણાવી દઈએ કે તમે 395 રૂપિયાવાળા પ્લાનનું રિચાર્જ થર્ડ પાર્ટી એપથી કરી શકશો નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news