બજેટ રાખજો તૈયાર, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે મારૂતિની 3 કોમ્પેક્ટ કાર, જાણો વિગત
ભારતીય ગ્રાહકો વચ્ચે કોમ્પેક્ટ સેગમેન્ટની કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. આ સેગમેન્ટમાં ટાટા પંચ, ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી બ્રેઝા અને મારૂતિ સુઝુકી ફ્રોંક્સ જેવી કારની બોલબાલા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ગ્રાહકો વચ્ચે કોમ્પેક્ટ સેગમેન્ટની કારોની ડિમાન્ડ સતત વધી રહી છે. આ સેગમેન્ટમાં ટાટા પંચ, ટાટા નેક્સન, મારૂતિ સુઝુકી બ્રેઝા, કિયા સેલ્ટોસ અને મારૂતિ સુઝુકી ફ્રોંક્સ જેવી કારની બોલબાલા છે. જો તમે નજીકના ભવિષ્યમાં નવી કોમ્પેક્ટ સેગમેન્ટની કાર ખરીદવાનું પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે મોટા સમાચાર છે. હકીકતમાં ભારતમાં સૌથી વધુ કારનું વેચાણ કરનારી કંપની મારૂતિ સુઝુકી આવનારા દિવસોમાં ત્રણ નવી કોમ્પેક્ટ સેગમેન્ટની કાર લોન્ચ કરવા જઈ રહી છે. ગ્રાહકો આ કારની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આવો જાણીએ મારૂતિની અપકમિંગ કારના સંભવિત ફીચર્સ, પાવરટ્રેન અને કિંમત વિશે.
New Maruti Suzuki Dzire
ભારતીય ગ્રાહકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી મારૂતિ સુઝુકી ડિઝાયર સેડાન સેગમેન્ટની ટોપ સેલિંગ કાર બનેલી છે. હવે કંપની પોતાની પોપુલર હેચબેક મારૂતિ સ્વિફ્ટના અપડેટેડ વર્ઝનને મળેલા શાનદાર રિસ્પોન્સ બાદ ડિઝાયરને પણ અપડેટ કરવા જઈ રહી છે. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે અપકમિંગ અપડેટેડ મારૂતિ સુઝુકી ડિઝાયર વર્ષ 2024ના અંત સુધી ભારતીય માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. પાવરટ્રેન તરીકે ન્યૂ ડિઝાયરમાં 1.2 લીટરનું 3- સિલેન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવશે, જેમાં ગ્રાહકોને મેનુઅલ અને ઓટોમેટિક, બંને ટ્રાન્સમિશનનો વિકલ્પ મળશે.
New Maruti Suzuki Baleno
મારૂતિ સુઝુકી બલેનો લોન્ચ થયા બાદ ભારતીય માર્કેટની ટોપ-સેલિંગ હેચબેક કારોમાંથી એક રહી છે. હવે કંપની આવનારા સમયમાં મારૂતિ સુઝુકી બનેલોના અપડેટેડ વર્ઝનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. અપડેટેડ અપકમિંગ મારૂતિ સુઝુકી બનેલોના એક્સટીરિયર અને ઈન્ટીરિયરમાં કંપની મોટા ફેરફાર કરી શકે છે. પરંતુ કંપનીએ તેના વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
New Maruti Suzuki Fronx
ભારતમાં સૌથી ઝડપથી વેચાતી એસયુવીમાં સામેલ મારૂતિ સુઝુકી ફ્રોંક્સ પણ આવનારા સમયમાં અપડેટ થઈ શકે છે. ન્યૂઝ વેબસાઇટ gaadiwaadi માં છપાયેલા સમાચાર અનુસાર આગામી વર્ષે એટલે કે 2025માં કંપની અપડેટેડ મારૂતિ સુઝુકી ફ્રોંક્સને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકે છે. મહત્વનું છે કે પાવરટ્રેન તરીકે અપડેટેડ મારૂતિ સુઝુકી ફ્રોંક્સમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન આપી શકાય છે, જે લેટેસ્ટ સ્વિફ્ટમાં પણ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે