Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર

Car on Subscriptions: મારુતિ સુઝુકીએ 3 વર્ષ પહેલા ભારતમાં મારુતિ સુઝુકી સબસ્ક્રાઈબ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ અંતર્ગત ગ્રાહકોને માત્ર મેમ્બરશિપ લઈને કાર ખરીદ્યા વગર જ કારનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે.
 

Maruti ની આ નવી સ્કીમ પર તૂટી પડ્યા લોકો, ફક્ત પેટ્રોલના ખર્ચમાં મળી રહી છે નવી કાર

Maruti Subscription plan: આ સમયે નવી કારના ભાવ આસમાને છે. એવામાં, ઘણા લોકો માટે કાર માટે સંપૂર્ણ રકમની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની જાય છે. ત્રણ વર્ષ પહેલા મારુતિ સુઝુકીએ ભારતમાં મારુતિ સુઝુકી સબસ્ક્રાઈબ પ્રોગ્રામ (Maruti Suzuki Subscribe Program) લોન્ચ કર્યો હતો. આ અંતર્ગત ગ્રાહકોને માત્ર મેમ્બરશિપ લઈને કાર ખરીદ્યા વગર જ કારનો ઉપયોગ કરવાની સુવિધા મળે છે. 

આ પ્રકારના સબ્સ્ક્રિપ્શન/ફાઇનાન્સ મૉડલ્સ અગાઉ માત્ર હાઇ-એન્ડ લક્ઝરી કાર મૉડલમાં જોવા મળતા હતા. પરંતુ હવે એફોર્ડેબલ કાર વેચતી મોટાભાગની કંપનીઓએ આ મોડલ અપનાવ્યું છે. જો કે, હવે મારુતિ સુઝુકીનો આ પ્લાન કંપની માટે ફાયદાકારક સાબિત થતો જોવા મળી રહ્યો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્કીમમાં 292 ટકાનો વધારો થયો છે. સ્કીમ હેઠળ, તેની એક્સ-શોરૂમ કિંમતે કાર ખરીદવાના અને RTO અને વીમા ચાર્જ ચૂકવવાને બદલે, ગ્રાહકો માસિક સબ્સ્ક્રિપ્શનના આધારે તેમની પસંદગીની કાર ઘરે લાવી શકે છે. આ કાર્યક્રમ હવે દેશભરના 25 શહેરોમાં સક્રિય છે અને છેલ્લા એક વર્ષમાં તેમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

મારુતિ સુઝુકીના સબ્સ્ક્રાઇબ પ્રોગ્રામમાં નાણાકીય વર્ષ 22-23માં 292 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. જણાવી દઈએ કે જે ગ્રાહકો મારુતિ સુઝુકીને સબસ્ક્રિપ્શન મોડલ હેઠળ લે છે, તેમણે માત્ર માસિક ફી ચૂકવવાની રહેશે. મારુતિ સુઝુકી પોતે RTO, કારનો વીમો, જાળવણી અને રોડ સાઈડ આસિસ્ટેંટની કાળજી લે છે.

જોકે પોગ્રામમાં કેટલીક શરતો છે. ગ્રાહકોએ 1 વર્ષથી 5 વર્ષની વચ્ચેનો સબ્સ્ક્રિપ્શન સમયગાળો પસંદ કરવો પડશે અને શરતો મુજબ, વાહન એક વર્ષમાં 10,000 કિલોમીટર અથવા 25,000 કિલોમીટરથી વધુ ચલાવી શકાતું નથી.

આ કાર પર ઉપલબ્ધ છે સ્કીમ 
હાલમાં, મારુતિ સુઝુકી તેની કારની વિશાળ શ્રેણી પર સબસ્ક્રિપ્શન સેવા ઓફર કરી રહી છે. જેમાં Celerio, WagonR, Swift, Dzire, Ertiga અને Brezza SUV સામેલ છે. નવા લૉન્ચ કરાયેલા ફ્રાન્ક્સ, ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ અને ફ્લેગશિપ ઇન્વિક્ટો હાઇબ્રિડ MPV પણ સબસ્ક્રિપ્શન મૉડલ હેઠળ ઑફર કરવામાં આવી રહ્યાં છે. વેગનઆર માટે માસિક સબ્સ્ક્રિપ્શન દર મહિને રૂ. 12,783 થી લઇને હાઇબ્રિડ ઇન્વિક્ટો માટે રૂ. 61,860 પ્રતિ મહિને છે.

હાલમાં, જો તમે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, મુંબઈ, નવી મુંબઈ, થાણે, ચેન્નાઈ, અમદાવાદ, ગાંધીનગર, જયપુર, ઈન્દોર, મેંગલોર, મૈસૂરમાં રહો છો તો તમે મારુતિ સુઝુકી કારની સદસ્યતા લઇ શકો છો. કોચી, કોલકાતા, ચંદીગઢ, લુધિયાણા, લખનૌ, નાગપુર અને વિશાખાપટ્ટનમ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news