OnePlus ના 5G સ્માર્ટફોન Nord N10 ની કિંમતનો થયો ખુલાસો, આ વર્ષના અંત સુધી થશે લોન્ચ
Trending Photos
નવી દિલ્હી: ચીનની પ્રીમિયમ સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસના 5જી સ્માર્ટફોન Nord N10 ની રાહ લાંબા સમયથી જોવામાં આવી રહી છે. તાજેતરમાં જ આવેલી લીકમાં તેની કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો છે. એક તાજા રિપોર્ટમાં સ્માર્ટફોનની કિંમત $400 (લગભગ 29,500 રૂપિયા)ની આસપાસ હોવાનું જણાવવામાં આવ્યું છે.
માનવામાં આવી રહ્યું છે કે વનપ્લસ ઇપની નોર્ડ સીરીઝના આ ફોનને વર્ષના અંત સુધી અમેરિકામાં લોન્ચ કરી શકે છે. જોકે આ પહેલાં લોન્ચ કરવામાં આવેલા નોર્ડ સીરીઝના ફોન અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યા ન હતા.
તમને જણાવી દઇએ કે નોર્ડ એન10 5જી સ્માર્ટફોનના સ્પેસિફિકેશનની જાણકારી પણ ઓનલાઇન સામે આવે છે. Android Central નો રિપોર્ટ જણાવે છે કે વનપ્લસ નોર્ડ N10 5G સ્માર્ટફોનમાં 6.49 ઇંચ ફૂલ-એચડી+ ડિસ્પ્લે મળી શકે છે. આ ઉપરાંત આ ફોન સ્નૈપડ્રૈગન 690 પ્રોસેસર અને 6જીબી રેમથી સજ્જ હોઇ શકે છે. ઇન્ટરનલ સ્ટોરેજ 128 જીબી બતાવવામાં આવી છે. આ ફોનમાં કવાડ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે, જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે.
તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ વનપ્લસ નોર્ડ 100 અને નોર્ડ 105g નામની ફોન કંપનીની વેબસાઇટ પર થોડીવાર માટે લિસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી ઇશારો મળ્યો હતો કે આ બે ફોનને ભવિષ્યમાં કંપની લોન્ચ કરી શકે છે. હવે લેટેસ્ટ લીકનું માનીએ તો વનપ્લસ નોર્ડ 105જી ફોન વનપ્લસ નોર્ડ 10 5G હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે