50MP કેમેરા સાથે Oppo નો શાનદાર સસ્તો ફોન લોન્ચ, ઓછા ભાવમાં મળશે દમદાર ફીચર
ઓપ્પો A17 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોનની કિંમત 12499 રૂપિયા છે. ફોનમાં કંપનીએ 50 મેગાપિક્સલનો કેમેરો આપ્યો છે. આ સિવાય ફોનની ડિસ્પ્લે પણ દમદાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઓપ્પો A સિરીઝનો નવો સ્માર્ટફોન Oppo A17 લોન્ચ થઈ ગયો છે. ફોન 4જીબી રેમ અને 64જીબીના ઇન્ટરનલ સ્ટોરેજ ઓપ્શનમાં આવે છે. તેની કિંમત 12,499 રૂપિયા છે. ઓપ્પોના આ સ્માર્ટફોનને તમે કંપનીના ઓનલાઇન સ્ટોર તથા રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકો છો. લોન્ચ ઓફર હેઠળ તમને 10 ટકાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ડિસકાઉન્ટ માટે તમારે એક્સિસ , HDFC, ICICI, કોટક કે યસ બેન્કના કાર્ડથી પેમેન્ટ કરવું પડશે. ઓપ્પોના આ ફોનમાં 50 મેગાપિક્સલના કેમેરા સિવાય ઘણા શાનદાર ફીચર આપવામાં આવ્યા છે.
ઓપ્પો A17 ના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની એચડી+ રેઝોલૂશનની સાથે 6.56 ઇંચની ડિસ્પ્લે આપી રહી છે. આ ડિસ્પ્લે 60Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. ફોનમાં આપવામાં આવેલા આ ડિસ્પ્લે વોટરડ્રોપ નોચ ડિઝાઇન સાથે છે અને તેનું પીક બ્રાઇડનેસ લેવલ 600 નિટ્સનું છે. ઓપ્પો A17 સ્માર્ટફોન 4જીબી LPDDR4x રેમ અને 64જીબીના eMMC5.1 સ્ટોરેજ સાથે આવે છે. પ્રોસેસર તરીકે તેમાં ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો G35 ચિપસેટ લાગેલી છે.
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં એલઈડી ફ્લેશની સાથે બે કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે એક 2 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર સામેલ છે. તો સેલ્ફી માટે ફોનમાં તમને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો મળશે. ઓપ્પોનો આ ફોન એન્ડ્રોયડ 12 પર બેસ્ડ ColorOS 12.1.1 પર કામ કરે છે.
સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરથી લેસ આ ફોનમાં 5000mAh ની બેટરી આપવામાં આવી છે. બેટરીને ચાર્જ કરવા માટે ફોનમાં માઇક્રો યૂએસબી પોર્ટ આપવામાં આવ્યો છે. મિડનાઇટ બ્લેક અને સનલાઇટ ઓરેન્જ કલર ઓપ્શનમાં આવનાર ફોનમાં કનેક્ટિવિટી માટે ડ્યૂલ સિમ, 4જી, વાઇફાઈ, બ્લૂટૂથ 5.3 અને જીપીએસ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે