એંડ્રોઇડ ગો એડિશનની સાથે લોન્ચ થયો સેમસંગ ગેલેક્સી A3 કોર, જાણો સ્પેસિફિકેશન્સ અને કિંમત
સાઉથ કોરિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની સેમસંગે પોતાની ગેલેક્સી A3 કોર સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ ફોનને એંડ્રોઇડ ગો સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: સાઉથ કોરિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની સેમસંગે પોતાની ગેલેક્સી A3 કોર સ્માર્ટફોનને લોન્ચ કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ ફોનને એંડ્રોઇડ ગો સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ ફોન આફ્રીકી બજારમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે આ એન્ટ્રી લેવલ ફોન ગત વર્ષે રજૂ કરવામાં આવેલા ગેલેક્સી A3 કોરનું અપગ્રેડ વર્જન છે. આ 5.3 ઇંચના એચડી+ ટીફટી ડિસ્પ્લેવાળા ફોનમાં ક્વાડ-કોર પ્રોસેસર અને ફ્રન્ટ અને બેકમાં સિંગલ કેમેરો આપવામાં આવ્યો છે.
સેમસંગે તેને આફ્રીકી દેશ નાઇઝેરિયાના બજારમાં રજૂ કરવામાં આવ્યો છે. સેમસંગ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી જાણકારી અનુસાર ગેલેક્સી A3 કોર દેશમાં 32,500 એનજીએનમાં સેમસંગ સ્ટોર્સ અને પાર્ટનર સ્ટોર્સ પર ખરીદવા માટે ઉપલબ્ધ છે. ભારતીય મુદ્રા અનુસાર તેની કિંમત 6,200 રૂપિયા હશે. આ બ્લૂ, રેડ અને બ્લેક રંગના વિકલ્પોમાં રજૂ કરવામાં આવ્યો છે.
સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોન 5.3 ઇંચના એચડી+ ટીએફટી એલસીડી ડિસ્પ્લે સાથે આવે છે. એન્ટ્રી-લેવલ હેન્ડસેટમાં ટોપ અને ચિન પર મોટા બેજલ્સ આપવામાં આવ્યા છે. Samsung Galaxy A3 Core એક ક્વાડ-કોર પ્રોસેસરથી સજ્જ છે, જે 1.5 ગીગાહર્ટ્ઝ ક્લોક સ્પીડ સાથે આવે છે. ચિપસેટને 1 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજથી સજ્જ છે. તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવામાં આવ્યું છે. જેના દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે.
ફોટો અને વીડિયો માટે સેમસંગ ગેલેક્સી A3 કોરમાં પાછળ તરફ 8-મેગાપિક્સલ સેન્સર મળે છે. કેમેરા મોડ્યૂલમાં એક એલઇડી ફ્લેશ પણ સામેલ ચે. ફ્રન્ટમાં 5-મેગાપિક્સલનું સેન્સર છે. આ માઇક્રો-યૂએસબી ચાર્જિંગ સાથે 3,000mAh ની બેટરી સાથે આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે