દિવાળી પર કાર ખરીદવાનો પ્લાન હોય તો આ છે ટોપ-10 બેસ્ટ CNG ગાડીઓ, આપશે દમદાર માઇલેજ
Top 10 CNG Cars Diwali Offers 2024: દિવાળીમાં કારનાં વેચાણમાં વધારો થાય છે અને મોટી સંખ્યામાં લોકો નવી કાર ખરીદતા હોય છે. લોકો સીએનજી કાર લેવાનું પસંદ કરે છે, જેથી તે ઓછા ખર્ચમાં ચલાવી શકે અને પૈસા બચાવી શકે. આજે અમે તમને ટોપ 10 સીએનજી કાર વિશે જણાવીશું.
Trending Photos
Best CNG Cars 2024: આ દિવાળીએ કાર ખરીદો પણ બચતવાળી. આ સ્લોગન જરૂર અટપટુ લાગે કે કાર ખરીદવામાં બચત કેમ થશે પરંતુ તે વાત સાચી સાબિત થાય છે, જ્યારે તમે પેટ્રોલ-ડીઝલથી અલગ સીએનજી, ઈલેક્ટ્રિક કે હાઇબ્રિડ કાર ખરીદો છે. પરંતુ તમે તે કહેશો કે આ કાર તો વધુ મોંઘી હોય છે. તેવામાં અમે વિચાર્યું કે તમને સીએનજી કારો વિશે જણાવીએ જે પેટ્રોલ-ડીઝલથી મોંઘી નથી અને તેની રનિંગ કોસ્ટ પણ ઓછી છે. આ દિવાળીએ અમે તમને 10 સીએનજી કાર વિશે જણાવી રહ્યાં છીએ, જે તમારા પૈસા બચાવી શકે છે.
મારૂતિ સુઝુકી બ્રેઝા સીએનજી
દેશમાં સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ એસયુવી મારૂતિ સુઝુકી બ્રેઝાના સીએનજી વેરિએન્ટની કિંમત એક્સ-શોરૂમ 9.29 લાખ રૂપિયાથી લઈને 12.26 લાખ રૂપિયા સુધી છે.
મારૂતિ સુઝુકી અર્ટિગા સીએનજી
દેશમાં સપ્ટેમ્બરમાં સૌથી વધુ વેચાનારી કારમાં મારૂતિ સુઝુકી અર્ટિગાનું સીએનજી વેરિએન્ટ છે. મારૂતિ અર્ટિગા સીએનજીની એક્સ શોરૂમ કિંમત 10.78 લાખ રૂપિયાથી શરૂ થઈને 11.88 લાખ રૂપિયા સુધી જાય છે.
ટાટા નેક્સોન સીએનજી
ટાટા મોટર્સે સપ્ટેમ્બરમાં પોતાની ધાંસૂ એસયુવી નેક્સોનના સીએનજી વેરિએન્ટને લોન્ચ કર્યું. ટાટા નેક્સોન સીએનજીની એક્સ શોરૂમ કિંમત 8.99 લાખ રૂપિયાથી શરૂ થઈને 15.59 લાખ રૂપિયા સુધી જાય છે.
મારૂતિ સુઝુકી બલેનો સીએનજી
મારૂતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક બલેનોના સીએનજી વેરિએન્ટની એક્સ શોરૂમ કિંમત 8.40 લાખ રૂપિયાથી શરૂ થઈને 9.33 લાખ રૂપિયા સુધી જાય છે.
મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ સીએનજી
મારૂતિ સુઝુકી ફ્રોન્ક્સ સીએનજીની એક્સ શોરૂમ કિંમત 8.46 લાખ રૂપિયાથી શરૂ ઈને 9.32 લાખ રૂપિયા સુધી જાય છે.
મારુતિ સ્વિફ્ટ CNG
મારુતિ સુઝુકી સ્વિફ્ટ, દેશમાં સૌથી વધુ વેચાતી હેચબેક કાર, 3 CNG વેરિઅન્ટ ધરાવે છે અને તેમની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.20 લાખથી રૂ. 9.20 લાખ સુધીની છે.
ટાટા પંચ CNG
ટાટા મોટર્સની બેસ્ટ સેલિંગ કાર પંચના સીએનજી વેરિઅન્ટ્સ પણ સારી રીતે વેચાય છે. ટાટા પંચ CNGની એક્સ-શોરૂમ કિંમત 7.23 લાખ રૂપિયાથી 10.05 લાખ રૂપિયા સુધીની છે.
ટોયોટા અર્બન ક્રુઝર TIGER CNG
ટોયોટાની લોકપ્રિય ક્રોસઓવર અર્બન ક્રુઝર ટાઈગરની એક્સ-શોરૂમ કિંમત 8.71 લાખ રૂપિયા છે.
હ્યુન્ડાઈ એક્સેટર CNG
Exeter, Hyundai Motor Indiaની સૌથી સસ્તી SUVના CNG વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.43 લાખથી શરૂ થાય છે અને રૂ. 9.38 લાખ સુધી જાય છે.
મારુતિ સુઝુકી સેલેરિયો CNG
દેશની સૌથી વધુ માઈલેજ સીએનજી કાર, મારુતિ સુઝુકી સેલેરિયો સીએનજીની કિંમત 6.74 લાખ રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે