શાઓમીના તમામ ફોન પર કંપની આપી રહી છે 70% બાયબેક, જાણો શું છે સ્કીમ

દેશની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર સ્કીમ લઇને આવી છે. તેના હેઠળ કંપની ફોનની 70 ટકા કીંમત આપીને બાયબેક કરી રહી છે.

શાઓમીના તમામ ફોન પર કંપની આપી રહી છે 70% બાયબેક, જાણો શું છે સ્કીમ

નવી દિલ્હી: દેશની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી પોતાના યૂઝર્સ માટે ધમાકેદાર સ્કીમ લઇને આવી છે. તેના હેઠળ કંપની ફોનની 70 ટકા કીંમત આપીને બાયબેક કરી રહી છે. થોડાવાર પહેલાં કંપનીના ગ્લોબલ વીપી અને શાઓમી ઇન્ડીયાના એમડી મનુ કુમાર જૈને ગુરૂવારે આ ખાસ સ્કીમની જાહેરાત કરી છે.  

કંપનીએ આ સ્કીમને સ્માર્ટ અપગ્રેડ નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે આ સ્કીમ ફક્ત 3 મહિનાથી 15 મહિના જૂના ફોન પર જ લાગૂ છે. તેના હેઠળ કંપની લેટેસ્ટ શાઓમી ફોનના એક્સચેંજ જૂના એમઆઇ અને રેડમી ફોનને એક્સચેંજ કરી રહી છે. કંપની પોતાની વેબસાઇટ પર આ સ્કીમ વિશે જણાવ્યું કે આ સ્કીમ એમઆઇ રેડમીના યૂઝર્સને એક ગેરેન્ટી બાયબેક આપે છે. તેના હેઠળ કંપની એક ફિક્સ અને નક્કી કીંમત પર જૂના ફોનને પરત લેવાની ગેરેન્ટી આપે છે. આ યોજના શાઓમીના નવા ફોન ખરીદવા પર જ લાગૂ થશે. 

કંપનીના અનુસાર જો તમે આ પ્લાનનો ઉપયોગ કરો છો તો તમારા પોતાના 4 થી 15 મહિના જૂના ફોન પર 70 ટકા સુધીની કિંમત પરત મેળવી શકો છો. આ બાયબેક કિંમત તમારા ફોનની કંડીશન પર પણ નિર્ભર કરશે. કંપનીએ ખરીદીના મહિનાઓના અનુસાર બાયબેક કિંમત વિશે સ્પષ્ટરૂપથી જણાવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news