ગરમીએ તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, 24 કલાક હીટવેવની સ્થિતિ યથાવત રહેશે
રાજ્યમાં ઉતર પશ્ચિમના પવનોની દિશા યાથાવત છે અને 24 કલાક હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં સિવિયર હિટવેવ રહેશે. પોરબંદર, કચ્છ, અમરેલી, વેરાવળ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં સૂકા અને ગરમ પવનો ફૂકાશે. છેલ્લા કેટલાક દિવસથી હિટવેવના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. જોકે આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાશે. જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળશે અને હિટવેવ નહિ રહે. પરંતુ ઉનાળા ઋતુ છે એટલે તાપમાન 42 ડિગ્રી આસપાસ રહેશે.