જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ઝડપાયું એક નવું કૌભાંડ, જુઓ રિયાલીટી ચેક

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી ની ચાલી રહેલી પ્રક્રિયામાં પુરવઠા નિગમ દ્વારા ક્યાંકને ક્યાંક ખોટું થઇ રહ્યું રાજકોટ માંથી ખેડૂતોને છેતરવાનું કૌભાંડ બહાર આવ્યા પછી અમારા સંવાદદાતા હનીફ ખોખરે જૂનાગઢ માર્કેટ યાર્ડ માં જઈને રિયાલિટી ચેક કરી ને ખેડૂતોને છેતરવાનું એક નવું કૌભાંડ ઝડપી પડ્યું છે, જૂનાગઢ માર્કેટયાર્ડમાં ખરીદી કરી રહેલ પુરવઠા નિગમના અધિકારીઓ ખેડૂતોની મગફળી ની ખરીદીમાં બારદાન ના વજન ને લઈને મોટો વિવાદ સર્જાયો છે, અમારી તાપસ માં જોયું કે પુરવઠા નિગમ એક બરદાનના 900 ગ્રામ કાપે છે જયારે વજન કાંટા ઉપર 720 ગ્રામ થયું એટલે એક ગુણીયે 180 ગ્રામ નો તફાવત આવે છે. કેવી રીતે જૂનાગઢમાં ખેડૂતો છેતરાઈ રહ્યા છે.

Trending news