ભક્તિ સંગમ: દ્વારકાના સૂર્યમુખી ગણપતિના કરો દર્શન
દ્વારકા આમ તો મન્દીરો નું નગર માનવામાં આવે છે અહીં લાઈટ હાઉસ એટલે કે દીવાદાંડી ના પ્રાગણ માં લગભગ 59 વર્ષ જેટલી જૂનું ગણેશ નું મન્દીર આવેલ છે સ્થાનિક ભક્તો માં અતિ પ્રિય આ સ્થાન મા જમણી સૂંઢં ધરાવતા ચમત્કારિક ગણેશ બિરાજે છે. જયારે 59 વર્ષ પહેલા અહીં લાઈટ હાઉસ ના નવીનીકરણ સમયે અહીં જમીન માંથી આ મૂર્તિ નું પ્રાગટ્ય થયું હોવાનું માનવામાં આવે છે. અહીં કોઈ પૂજારી નીમવામાં આવ્યા નથી સેવા ભાવિ લોકો અને લાઈટ હાઉસ ના કર્મીઓ સાથે મળી બાપા ની પૂજા અર્ચન અને રોજ બે વખત સવાર સાંજ નિયમિત આરતી પ. કરે છે.બાપા ને નિયમિત શૃંગાર અન્નકૂટ અને દરેક ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે. વળી કેન્દ્ર સરકાર નાં લાઈટ હાઉસ માં સમનાય નાગરિકો પ્રવેશી સકતા નથી પરંતુ અહી ગણેશ મંદિર ને કઈ લોકો ની અવર જવર રહે છે ખાસ દર મંગળ વારે અહી ગણેશ ભક્તો આવે છે.