માઉન્ટ આબુમાં જામ્યા બરફના થર, તાપમાન પહોંચ્યું માઈનસ 3 ડીગ્રી

છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ઘટાડો થતાં ગુજરાત સહિત રાજસ્થાનમાં ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં અનેક જગ્યાએ બરફ જામી જતા ગુજરાતી પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. માઉન્ટ આબુ ફરવા આવેલા ગુજરાતીઓ ઠંડીની મજા લઈને આનંદ માણી રહ્યા છે. ત્યારે અમારી સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે હાલ માઉન્ટ આબુ કાશ્મીર લાગી રહ્યું છે અને તેવો ઠંડીની ખૂબ મજા લઈ રહ્યા છે..

Trending news