ટોપ 25 ન્યૂઝમાં જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ સમાચારો
નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ભાજપના જનસંપર્ક અભિયાનની આજથી શરૂઆત થઈ જેમાં કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન અમદાવાદ માં જોડાયા હતા. ઝી મીડિયા સાથેની ખાસ વાતચીતમાં તેમણે દાવો કર્યો કે વિપક્ષે ફેલાવેલા ભ્રમમાં કેટલાક લોકો ભ્રમિત થયા છે પણ આ કાયદો ભારતના કોઈ પણ નાગરિકને લાગુ પડતો નથી. કેન્દ્ર સરકાર શરણાર્થીઓ માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે અને તેની સાચી વાત લોકોને પહોંચાડવામાં આવશે. પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલો હુમલો વખોડવાલાયક ઘટના છે અને આ મામલે વિદેશ મંત્રાલયે યોગ્ય ચેનલ મારફત પોતાની વાત પાકિસ્તાનના સત્તાધીશોને પહોંચાડી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની સ્થિતિની અસર ભારત પર પણ પડશે. તણાવભરી સ્થિતિ વચ્ચે ભારતે શાંતિની અપીલ કરી છે અને વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.