વોટ્સએપ પર આ ઇમોજી મોકલનારા થઇ જાય સાવધાન, ખાવી પડશે જેલની હવા
આજના સમયમાં વોટ્સએપનો ઉપયોગ લગભગ દરેક ઉંમરના લોકો કરે છે. લોકો આ એપ દ્વારા ચેટ કરે છે અને તે આજના સમયમાં કોમ્યુનિકેશનનું એક મોટું માધ્યમ છે. જોકે, ચેટ કરતી વખતે લોકો પોતાની લાગણીઓ સામેની વ્યક્તિને સમજાવી શકતા નથી, તેથી લોકો ઇમોજીનો ઉપયોગ કરે છે.
Trending Photos
નવી દિલ્હીઃ આજના સમયમાં વોટ્સએપનો ઉપયોગ લગભગ દરેક ઉંમરના લોકો કરે છે. લોકો આ એપ દ્વારા ચેટ કરે છે અને તે આજના સમયમાં કોમ્યુનિકેશનનું એક મોટું માધ્યમ છે. જોકે, ચેટ કરતી વખતે લોકો પોતાની લાગણીઓ સામેની વ્યક્તિને સમજાવી શકતા નથી, તેથી લોકો ઇમોજીનો ઉપયોગ કરે છે.
ઇમોજી મોકલતાં સીધી જેલ
યુવાનો વોટ્સએપ પર પોતાની લાગણી વ્યક્ત કરવા માટે હાર્ટ ઈમોજીનો ઉપયોગ કરે છે. પરંતુ હવે વોટ્સએપ પર 'રેડ હાર્ટ' ઈમોજી મોકલવાથી તમને જેલ થઈ શકે છે. અહેવાલો અનુસાર, સાઉદી અરેબિયામાં વોટ્સએપ પર 'રેડ હાર્ટ' ઇમોજી મોકલવું ગુનો બની શકે છે. જોકે, સાઉદી સાયબર ક્રાઈમ એક્સપર્ટે લોકોને વોટ્સએપ પર 'રેડ હાર્ટ' ઈમોજી મોકલવા સામે ચેતવણી આપતાં કહ્યું છે કે આ ઈમોજી કોઈ પણ વ્યક્તિને મોકલવાને હેરેસમેન્ટ અપરાધ ગણી શકાય છે.
જો સામેવાળી વ્યક્તિ ફરિયાદ કરે તો...
જો તમે વ્હોટ્સએપ પર કોઈને પણ રેડ હાર્ટ ઈમોજી મોકલ્યું હોય અને પ્રાપ્ત કરનાર તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે. આ કિસ્સામાં, તમે જેલમાં પણ જઈ શકો છો. સાઉદી અરેબિયાના એન્ટી-ફ્રોડ એસોસિએશનએ જણાવ્યું હતું કે જો રીસીવર પક્ષ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે, તો ઓનલાઈન ચેટ દરમિયાન મોકલવામાં આવેલા કેટલીક તસવીરો અને એક્શપ્રેશન હરાસમેન્ટનો ગુનો ગણી શકાય છે.
થશે આટલા વર્ષની જેલ
રિપોર્ટ અનુસાર, સાઉદીના કાયદા મુજબ જો 'રેડ હાર્ટ' ઇમોજી મોકલવામાં દોષી સાબિત થાય છે, તો તેને 2 થી 5 વર્ષની જેલ થઈ શકે છે. આ સાથે 100,000 સાઉદી રિયાલ એટલે કે લગભગ 19,90,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડશે. સાથે જ જો ફરી ગુનાનું પુનરાવર્તન થશે તો ગુનેગારોની મુશ્કેલીમાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં તેને 5 વર્ષની જેલ અને 300,000 સાઉદી રિયાલનો દંડ ભરવો પડશે.
ગુડ ન્યૂઝ! ફક્ત 580 રૂપિયામાં 1000km મુસાફરી કરાવશે આ Electric SUV, પેટ્રોલના ખર્ચમાંથી મળશે છુટકારો
વોટ્સએપ પર ઉમેરશે ઘણા ઇમોજી
જો કે તમને વોટ્સએપ પર ઘણા ઈમોજી મળે છે, પરંતુ 'રેડ હાર્ટ' ઈમોજી એનિમેટેડ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો મેટા ટૂંક સમયમાં તેની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપમાં બીજા ઘણા એનિમેટેડ ઇમોજી ઉમેરવા જઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે