બ્રિટનના બે માસના બાળકને થઈ રેર બીમારી, ઈલાજના એક ઈન્જેક્શનની કિંમત સાંભળીને ચક્કર આવી જશે
કોરોના વાયરસે સમગ્ર દુનિયાને હચમચાવી દીધી છે. કોરોના કાળમાં અનેક નવી બીમારીઓ અને વિવિધ પ્રકારના ઈન્ફેક્શન પણ સામે આવ્યાં છે. ત્યારે બ્રિટનના બાળકને થયેલી બીમારીના ઈલાજ માટેના વિશ્વના સૌથી મોંઘા ઈન્જેક્શનની જરૂર પડશે. આ ઈન્જેક્શનની કિંમત કરોડો રૂપિયામાં છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ જીવલેણ કોરોના વાયરસે છેલ્લાં એક વર્ષથી દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે બ્રિટનના 8 સપ્તાહનું બાળક સૌથી વિષમ બીમારીથી પીડાઈ રહ્યું છે. તબીબો પણ આ બીમારી જોઈને અચરજમાં મુકાઈ ગયા છે. બ્રિટનના કોલચેસ્ચરમાં જન્મેલાં 8 સપ્તાહના બાળકના માતા પિતા અત્યારે ખુબ જ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. કારણ કે તેમના બાળકને એવી બિમારી છે જેનો ખર્ચ કેવી રીતે કરવો તે મૂંઝવણ ઉભી થઈ છે. 8 જ સપ્તાહના બાળક એડવર્ડને દુનિયાની સૌથી વિષમ ગણાતી સ્પાઈનલ મસ્કુલર અટ્રોફી નામની બિમારી થઈ છે. આ બિમારીમાં બાળકનું બચવું મુશ્કેલ છે. આ બિમારીમાં છાતીના સ્નાયુ નબળા પડી જવાને કારણે શ્વાસ લેવામાં સમસ્યા થાય છે. આગળ જતાં સમસ્યા વધવાથી દર્દીનું મોત થઈ જાય છે.
બીમારીનો ઈલાજ વિશ્વમાં સૌથી મોંઘો
જો કે ત્રણ વર્ષ પહેલાં જ આ બિમારીનો ઈલાજ શોધી લેવાયો છે. પણ કિંમત સાંભળીને ભલભલા સદ્ધર વ્યક્તિને પણ ચક્કર આવી જાય. જોલગેનેસ્મા નામથી ઓળખાતું એક જ ઈન્જેક્શન આ માટે આપવું પડે છે. આ ઈન્જેક્શનની કિંમત છે રોકડા 16 કરોડ રૂપિયા! બ્રિટનમાં તો આ ઈન્જેક્શન ઉપલબ્ધ પણ નથી. તેને અમેરિકા, જાપાન કે જર્મનીથી મગાવવું પડે છે. દુનિયાના સૌથી મોંઘા ઈલાજ તરીકે ઓળખાતા જોલગેનેસ્મા ઈન્જેક્શનનો એક જ ડોઝ આ બિમારીમાં અગાઉ ઘણાં બાળકોને તારી ચૂક્યો છે. આ ઈન્જેક્શન બાદ ગ્લિબેરા થેરાપી બીજા નંબરનો મોંઘો ઈલાજ છે જેની કિંમત 7.3 કરોડ રૂપિયા છે. જ્યારે ત્રીજા ક્રમે છે લક્સટુર્ના ઈન્જેક્શન જેની કિંમત છે 6 કરોડ રૂપિયા.
ઈલાજ માટે ક્રાઉડ ફંડિંગ શરૂ કરાયું
એડવર્ડના માતા-પિતા જોન અને મેગન તેને બચાવવા માટે કંઈપણ કરી છૂટવા તૈયાર છે. આ માટે ઈન્ટરનેટ પર નાણાં એકઠા કરવા માટે લોકોને કરવામાં આવતી અપીલ કે જેને ક્રાઉડ ફંડિગ કહેવામાં આવે છે તે પણ તેઓ કરી રહ્યાં છે. સદનસીબે તેમણે 1 કરોડની રકમ એકઠી પણ કરી લીધી છે જો કે મંઝિલ હજુ ઘણી દૂર છે. 16 કરોડ એકઠા કરવામાં જે સમય લાગશે ત્યાં સુધી એડવર્ડને થોડી તકલીફ વેઠવી જ પડશે. આ તકલીફ વેઠવા માટે તેનું શરીર ઘણું જ નાજુક છે. આટલા રૂપિયા એકઠા થશે કે કેમ તે પણ એક સવાલ છે કે રકમ ખૂબ મોટી છે. જોઈએ બ્રિટનનો એડવર્ડ ભાગ્યનો બળિયો સાબિત થાય છે કે નહીં? બેસ્ટ ઓફ લક એડવર્ડ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે