Facebook Whistleblower: વ્હીસલ બ્લોઅરનો સૌથી મોટો ખુલાસો, દુશ્મનોની જાસૂસી માટે ફેસબુકનો ઉપયોગ કરે છે ચીન-ઈરાન
Facebook Whistleblower: વ્હીસલ બ્લોઅરે ફેસબુકને લઈને અનેક મોટા ખુલાસા કર્યા છે. જેના કારણે કંપનીની મુશ્કેલી વધતી જઈ રહી છે. વ્હીસલ બ્લોઅરે કહ્યું કે ચીન અને ઈરાન જાસૂસી માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ વ્હીસલ બ્લોઅરે ફેસબુકને લઈને અનેક મોટા ખુલાસા કર્યા છે. જેના કારણે કંપનીની મુશ્કેલી વધતી જઈ રહી છે. વ્હીસલ બ્લોઅરે કહ્યું કે ચીન અને ઈરાન જાસૂસી માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ફેસબુકની પૂર્વ કર્મચારી અને વ્હીસલ બ્લોઅર ફ્રાંસીસ હોગેન સતત કંપનીને લઈને મોટા ખુલાસા કરી રહી છે. હવે તેણે અમેરિકી કોંગ્રેસમાં કહ્યું છે કે ચીન અને ઈરાન દુશ્મનો સાથે જોડાયેલી જાણકારી એકત્ર કરવા માટે ફેસબુકનો ઉપયોગ કરે છે. પરંતુ ફેસબુકની પાસે જાસૂસી સામે કામ કરનારી ટીમની અછત છે. તે અમેરિકાની સુરક્ષા માટે એક મોટો ખતરો છે. ફેસબુકના સીક્રેટ ઈન્ટર્નલ દસ્તાવેજ લીક કરનારી હોગેને આ પહેલાં કહ્યું હતું કે પ્લેટફોર્મની લોકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે.
ચીન-ઈરાન જાસૂસી માટે કરે છે ફેસબુકનો ઉપયોગ:
37 વર્ષની ફ્રાંસીસ હોગને કહ્યુ કે ઈરાન અને ચીન ફેસબુક દ્વારા પોતાના દુશ્મનોની દેખરેખ રાખે છે. હોગેન એક ડેટા એન્જિનિયર છે. તેણે કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ડિગ્રી લીધી છે. તો બિઝનેસમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું છે. ફેસબુક પહેલાં તે ગૂગલ અને પિન્ટરેસ્ટની સાથે કામ કરી ચૂકી હતી. તેણે મે મહિનામાં નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ તેણે વોલ સ્ટ્રીટ જર્નલના દસ્તાવેજ લીક કર્યા. તેણે જણાવ્યું કે કેવી રીતે સરકાર આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ચીન અન ઈરાન બંને દેશોમાં ફેસબુક પર પ્રતિબંધ છે. પરંતુ હોગેને કસ્ટમર સંરક્ષણ, ઉત્પાદન સુરક્ષા અને ડેટા સુરક્ષા પર કામ કરનારી સેનેટ વાણિજ્ય સમિતિની ઉપસમિતિને જણાવ્યું કે ચીનની સરકારે ઉઈગર મુસ્લિમોની જાસૂસી માટે ફેસબુકનો ઉપયોગ કર્યો છે.
અભિનેતાઓની જાસૂસી કરે છે ઈરાન:
હોગેને કહ્યું કે મારી ટીમે દુનિયાભરમાં રહેતી ઉઈગર મુસ્લિમોની જાસૂસીને લઈને ચીન પર નજર રાખવાનું કામ કર્યું છે. તમે હકીકતમાં ચીનના લોકોને આ પ્રકારની પ્રવૃતિઓ કરતાં જોઈ શકો છો. તપાસમાં અમારી સામે આવ્યું કે ઈરાનની સરકાર પણ બીજા દેશના અભિનેતાઓની જાસૂસી કરાવે છે. ચીન અને ઈરાનમાં ભલે ફેસબુક પર પ્રતિબંધ હોય પરંતુ આ માધ્યમ દ્વારા તે લોકોની જાસૂસી કરવાનું કામ કરે છે. જાસૂસીને લઈને ફેસબુકની સમજ, માહિતી સંચાલન અને આતંકવાદ વિરોધી ટીમની અછત રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. જે અમેરિકાના લોકોની મુશ્કેલી વધારી શકે છે.
ફેસબુકે બંધ કર્યા હતા 200 એકાઉન્ટ:
ફેસબુકે જુલાઈમાં જણાવ્યું હતું કે તેણે 200 એવા એકાઉન્ટ બંધ કરી દીધા છે. જે ઈરાનમાં હેકર્સ ઉપયોગ કરી રહ્યા હતા. આ પગલું સાઈબર-જાસૂસી અભિયાનના ભાગ તરીકે ઉઠાવવામાં આવ્યું હતું. તેમાં મોટાભાગના અમેરિકી સૈન્ય કર્મચારીઓ અને રક્ષા, એરોસ્પેસ કંપનીઓમાં કામ કરનારા લોકોની જાસૂસી થઈ રહી હતી. હોગેને કહ્યું કે ફેસબુક તે સારી રીતે જાણે છે કે પ્લેટફોર્મ આ પ્રકારનો ઉપયોગ થી રહ્યો છે અને મારું માનવું છે કે કોંગ્રેસને આ રિપોર્ટ નહીં મળતી હોય કે આંતરિક રીતે આ વસ્તુ પર કેટલાં લોકો કામ કરી રહ્યા છે. ફેસબુક પર અમેરિકાના જ નહીં પરંતુ આખી દુનિયાના લોકોના ડેટાને સુરક્ષિત રાખવાની જવાબદારી છે. પરંતુ જો આ પ્રમાણે ફેસબુક પ્લેટફોર્મનો ઉપયોગ થશે તો પછી રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેતરપિંડી થઈ શકે છે.
ફેસબુક પોતાના ફાયદા માટે કરે છે તમામ હથકંડાનો ઉપયોગ:
ફ્રાંસીસ હોગેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફેસબુકની હિંસાને રોકવાની કોઈ નીતિ નથી. કેમ કે ફેસબુક પોતાનો જ ફાયદો જુએ છે. ફેસબુક ઈચ્છે છ કે વધારેમાં વધારે લોકો કોઈ પોસ્ટ પર આવે. અને પછી તે જાહેરખબર પર ક્લિક કરે અને પૈસા તેના ખાતામાં આવે. તેના માટે પૈસા જ સૌથી વધારે જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે