PICS: મલેશિયાના પૂર્વ રાજાએ રશિયાની પૂર્વ બ્યુટી ક્વીન પત્નીને કેમ આપ્યાં તલાક? ચોંકાવનારું કારણ
મલેશિયાના કેલાતનના પૂર્વ રાજા સુલ્તાન મોહમ્મદ ફિફ્થે પોતાની પત્ની અને રશિયાની પૂર્વ બ્યુટી ક્વીન ઓક્સાના વોઈવોદીનાને તલાક આપી દીધા છે.
Trending Photos
નવી દિલ્હી: મલેશિયાના કેલાતનના પૂર્વ રાજા સુલ્તાન મોહમ્મદ ફિફ્થે પોતાની પત્ની અને રશિયાની પૂર્વ બ્યુટી ક્વીન ઓક્સાના વોઈવોદીનાને તલાક આપી દીધા છે. મળતી માહિતી મુજબ સુલ્તાન મોહમ્મદ ફિફ્થે ઓક્સાનાને ટ્રિપલ તલાક આપીને છેડો ફાડી લીધો છે. સુલ્તાન અને ઓક્સાનાના લગ્નના એક વર્ષ બાદ તલાક થયા છે.
અહેવાલો મુજબ બંનેએ આ વર્ષ જુલાઈ મહિનાની એક તારીખના રોજ તલાક માટે અરજી આપી હતી. કહેવાય છે કે મેમાં બાળકના જન્મ બાદ હવે આ બંને વચ્ચે તલાક થયા છે. અત્રે જણાવવાનું કે સુલ્તાન મોહમ્મદ ફિફ્થ સાથે લગ્ન બાદ ઓક્સાનાએ ઈસ્લામ ધર્મ કબુલ્યો હતો અને બાળકનું નામ પણ ઈસ્માઈલ લાયન છે.
નોંધનીય છે કે સુલ્તાન મોહમ્મદ ફીફ્થે ગત વર્ષ જુલાઈમાં જ ઓક્સાના સાથે લગ્ન કર્યા હતાં. તેમના લગ્નના કારણે મલેશિયામાં મોટો બખેડો ઊભો થયો હતો. લગ્નની વાતો બહાર આવતા સુલ્તાન મોહમ્મદ ફિફ્થે આ જ વર્ષ જાન્યુઆરીમાં રાજપાટ ત્યજ્યા હતાં.
લગ્ન બાદ ઈસ્લામ કબુલ કરનારી રશિયાની પૂર્વ બ્યુટી ક્વિને પોતાનું નામ બદલીને રિહાના ઓક્સાના પેટ્રા રાખ્યુ હતું. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ સુલ્તાન મોહમ્મદ ફિફ્થનું કહેવું છે કે બાળકનો જૈવિક પિતા કોણ છે, તેનો કોઈ પુરાવો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે