અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર, સત્તાના દુરુપયોગનો આરોપ

જો કે ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)  વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ તો થઈ ગયો છે પરંતુ તેમને ખુરશી પરથી હટાવવા મુશ્કેલ છે. મહાભિયોગનો પ્રસ્તાવ નીચલા ગૃહમાં પાસ થઈ ગયા બાદ હવે ઉપલા ગૃહ સેનેટમાં કેસ ચાલશે અને સેનેટમાં તેમની પાર્ટીને બહુમત છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર, સત્તાના દુરુપયોગનો આરોપ

વોશિંગ્ટન: અમેરિકા (US) ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ મહાભિયોગ (Impeachment)નો પ્રસ્તાવ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ (House of Representatives) માં પાસ થઈ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પર આરોપ છે કે તેમણે 2020ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સંભવિત હરીફ જો બિડન સહિતના પોતાના રાજકીય હરીફોની છબી ખરાબ કરવા માટે યુક્રેન પાસે ગેરકાયદેસર રીતે મદદ માંગી. 

મુશ્કેલ છે ટ્રમ્પને હટાવવા
જો કે ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump)  વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પાસ તો થઈ ગયો છે પરંતુ તેમને ખુરશી પરથી હટાવવા મુશ્કેલ છે. મહાભિયોગનો પ્રસ્તાવ નીચલા ગૃહમાં પાસ થઈ ગયા બાદ હવે ઉપલા ગૃહ સેનેટમાં કેસ ચાલશે અને સેનેટમાં તેમની પાર્ટીને બહુમત છે. અત્રે જણાવવાનું કે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ડોનાલ્ડ ટ્રમ્પ  (Donald Trump) ની પાર્ટી રિપબ્લિકન પાસે  બહુમત નથી. અહીં ડેમોક્રેટ્સનો દબદબો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પ એક જ રીતે હવે  ખુરશી પરથી હટી શકે તેમ છે કે જો ઓછામાં ઓછા 20 રિપબ્લિકન સાંસદો તેમના વિરુદ્ધ બળવો પોકારે. પરંતુ આ શક્યતા બહુ ઓછી છે. 

'મહાભિયોગ US લોકતંત્રમાં યુદ્ધની જાહેરાત જેવું'
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક પત્ર લખીને હાઉસ સ્પીકર નેન્સી પેલોસી અને વિપક્ષી ડેમોક્રેટિક પર તખ્તાપલટની કોશિશ કરીને અમેરિકી લોકતંત્રને નષ્ટ કરવાનો આરોપ  લગાવતા નિશાન સાધ્યું હતું. 

જુઓ LIVE TV

ટ્રમ્પે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ સંપૂર્ણ તપાસ અમેરિકી લોકતંત્ર પર ખુલ્લેઆમ યુદ્ધની જાહેરાત છે. તેમણે માગણી કરી કે પ્રતિનિધિ સભાના સ્પીકર નેન્સી પેલોસી મહાભિયોગની પ્રક્રિયાને તરત અટકાવે. 

ટ્રમ્પે પેલોસીને લખેલા પત્રમાં કહ્યું હતું કે ગેરકાયદે મહાભિયોગ પ્રક્રિયા સાથે આગળ વધતીને તમે તમારા પદના શપથનો ભંગ કરી રહ્યાં છો. તમે બંધારણ પ્રત્યે તમારી નિષ્ઠાને તોડી રહ્યાં છો અને તમે અમેરિકી લોકતંત્રમાં ખુલ્લેઆમ યુદ્ધની જાહેરાત કરી રહ્યાં છો. 

બે પૂર્વ રાષ્ટ્રપતિઓ પર થયેલી છે મહાભિયોગની કાર્યવાહી 
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિઓ વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી થઈ ચૂકી છે. 1968માં એન્ડ્યુ જ્હોન્સન, અને 1998માં બિલ ક્લિન્ટન વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ હતી. જો કે બંને નેતાઓ પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે રાષ્ટ્રપતિ રિચર્ડ નિકસને મહાભિયોગ પહેલા જ રાજીનામું આપ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news