ભારતે પાકિસ્તાની આતંકી અબ્દુલ રહમાન મક્કીને યુએન-લિસ્ટેડ આતંકવાદી જાહેર કર્યો

Terrorist Abdul Rehman Makki: ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર લિસ્ટેડ આતંકવાદીના રૂપમાં લિસ્ટ કર્યો છે. 

ભારતે પાકિસ્તાની આતંકી અબ્દુલ રહમાન મક્કીને યુએન-લિસ્ટેડ આતંકવાદી જાહેર કર્યો

ન્યૂયોર્કઃ Terrorist Abdul Rehman Makki: ભારતે પાકિસ્તાન સ્થિત આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને બુધવાર (1 ફેબ્રુઆરી) એ સંયુક્ત રાષ્ટ્ર-લિસ્ટેડ આતંકવાદીના રૂપમાં સામેલ કર્યો છે. વિદેશ મંત્રાલય અનુસાર આ આદેશ તત્કાલ પ્રભાવથી લાગૂ થાય છે. અબ્દુલ રહમાન મક્કી (Abdul Rehman Makki)આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો ઉપ નેતા છે. અબ્દુલ રહમાન મક્કી આતંકી હાફિઝ સઈદનો સાળો પણ છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે મક્કી એલઈટીનો નાયબ ચીફ છે જેણે એલઈટીના વિદેશી સંબંધો વિભાગના વડા અને શુરાના સભ્ય તરીકે સેવા આપી છે. બે અઠવાડિયા પહેલા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કર્યો હતો. ગયા વર્ષે ચીને લશ્કર-એ-તૈયબાના નેતાને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવાના ભારતના પ્રયાસને નકારી કાઢ્યા પછી આ યાદી આવી હતી. મક્કીની સૂચિના જવાબમાં, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના અભિગમને અનુસરવા માટે પ્રતિબદ્ધ છે.

— ANI (@ANI) February 1, 2023

ભારતે યુએનના નિર્ણયનું કર્યું હતું સ્વાગત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ કે અમે લશ્કર આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને લિસ્ટેડ કરવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રતિબંધ સમિતિના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. અબ્દુલ રહમાન મક્કી આતંકવાદી હાફિઝ સઈદનો સાળો છે જે 26/11 હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. 

ચીને અવરોધ કર્યો હતો
બાગચીએ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સમુદાય પર આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય, ચકાસી શકાય તેવી અને બદલી ન શકાય તેવી કાર્યવાહી કરવા દબાણ કરવાનું ચાલુ રાખીશું. ગયા વર્ષે ભારતે પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કી (અબ્દુલ રહેમાન મક્કી) પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને અટકાવવા બદલ ચીનની ટીકા કરી હતી. આ પગલા પર, સંયુક્ત રાષ્ટ્ર (UN) સુરક્ષા પરિષદના 15માંથી 14 સભ્યો ભારતની તરફેણમાં હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news